ભાજપનું ‘સદસ્યતા અભિયાન’, ગુજરાતમાં નવા 50 લાખ સભ્યોને જોડવાનો ટાર્ગેટ
પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં સમગ્ર દેશ પર ભગવો લેહરાવાના સ્વપ્ન સાથે ભાજપને દુનિયાના સૌથી મોટા પક્ષ બનાવવાનું અભિયાન ફરી એક વાર ચાલી રહ્યું છે. 11 કરોડ સભ્યોના પક્ષમાં વધુ સભ્યોને જોડવા ભાજપે કવાયત હાથ ધરી છે.
બ્રિજેશ દોશી/અમદાવાદ: પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં સમગ્ર દેશ પર ભગવો લેહરાવાના સ્વપ્ન સાથે ભાજપને દુનિયાના સૌથી મોટા પક્ષ બનાવવાનું અભિયાન ફરી એક વાર ચાલી રહ્યું છે. 11 કરોડ સભ્યોના પક્ષમાં વધુ સભ્યોને જોડવા ભાજપે કવાયત હાથ ધરી છે. 15થી વધુ રાજ્યો અને કેન્દ્રમાં સત્તા ધરાવતા ભાજપને હવે પશ્ચિમ બંગાળ, કેરળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઓરિસ્સા અને તેલંગાણામાં સત્તા મેળવવાનો લક્ષ્યાંક છે ત્યારે આ પહેલા તમામ રાજ્યોમાં સંગઠનને મજબૂત કરવા સદસ્યતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે.
'સાથ આયે દેશ બચાયે'ના સ્લોગન સાથે દેશભરમાં શરૂ થયેલું સદસ્યતા અભિયાન ગુજરાતમાં ધીરે ધીરે સફળતા મેળવી રહ્યું છે. આમ તો ભાજપની સ્થાપના થઇ ત્યારથી દર 3 વર્ષે સદસ્યતા અભિયાન કરવામાં આવે છે. જો કે વર્ષ 2015માં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા સોશિયલ મિડીયા તથા આધુનિક ઢબે સદસ્યતા અભિયાન કરવામાં આવ્યું જેના કારણે દેશભરમાં ભાજપના 11 કરોડથી વધુ સભ્યો નોંધાયા અને ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી બની. ત્યારે 6 જુલાઇથી શરૂ થયેલા આ અભિયાનમાં અત્યાર સુધી ગુજરાતમાં ભાજપે 18 લાખ વધુ સદસ્યો નોંધ્યા છે. હવે અભિયાન પૂર્ણ થાય ત્યાં સુધીમાં પ્રદેશ ભાજપ પાસે 50 લાખ નવા સદસ્યો હશે એવો ભાજપને વિશ્વાસ છે.
અમદાવાદ : સમર્પણ હોસ્પિટલમાં આગ લાગી, દર્દીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો
કમલમમાં બેઠકો નો ધમધમાટ
સદસ્યતા અભિયાન ને લઇને બેઠકો હાથ ધરાઇ
50 લાખના લક્ષ્યાંક ને પૂર્ણ કરવા ભાજપે કમર કસી
ગુજરાતના વરસાદના બ્રેકિંગ : ડાંગમાં 30 ગામ સંપર્ક વિહોણા, આજી ડેમનો દરવાજો ખોલાયો, વલસાડમાં સ્થળાંતર શરૂ
પ્રદેશ ભાજપે 11 ઓગસ્ટ સુધીમાં 50 લાખ નવા સદસ્યો બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે ત્યારે ઉદ્યોગકારો, શૈક્ષણિક તજજ્ઞો, સહકારી ક્ષેત્રના આગેવાનો, સમાજના અલગ અલગ વર્ગના પ્રતિનિધીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. હાલના સદસ્યતા ફોર્મ ભરવામા કેટલીક મુશ્કેલીઓ પણ આવી રહી છે તેને પણ દૂર કરવાનો પક્ષ તરફથી પ્રયત્ન થઇ રહ્યો છે. મહત્વનું છે કે, ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ ગુજરાત મુલાકાત દરમ્યાન ધારાસભ્યોને સદસ્યતા અભિયાનમાં સક્રિય થવા અને સૌથી નબળા બૂથમા સદસ્યતા વધારવા ટકોર કરવામા આવી હતી ત્યાર બાદ અભિયાનમાં સતત વેગ આવ્યો છે.
પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું મોટું નિવેદન, ‘ગુજરાત કોંગ્રેસની નેતાગીરી નિષ્ફળ છે’
આમ તો સમગ્ર દેશમાં ગુજરાત ભાજપનો ગઢ હોવાની એક છાપ છે અને છેલ્લા કેટલાક સમયથી ચૂંટણીઓના પરિણામે આ છાપ વધુ મજબૂત બનાવી છે. પણ આ ચૂંટણીઓના પરિણામ પાછળનું સાચું કારણ ભાજપના હજારો-લાખો કાર્યકરોની મહેનત પણ છે. રાજ્યમાં ભાજપ ક્રમશઃ કેવી રીતે મજબૂત થતું ગયું તે તેની સભ્ય સંખ્યા પરથી ખ્યાલ આવશે. ત્યારે એક નજર કરીએ ગુજરાતમાં સતત વધતા રહેલા ભાજપના કાર્યકરોના આકડાઓ આ મુજબ છે.
વર્ષ | કુલ સભ્યો |
1980 | 55,000 |
1884 | 1,40,000 |
1988 | 2,00,000 |
1998 | 8,12,500 |
2009 | 24,17,084 |
2012 | 15,31,797 |
2015 | 1,13,67,503 |
ભાજપ સંગઠનમાં પણ ગુજરાતને લેબોરેટરી માનવામાં આવે છે કેમકે અનેક નવા પ્રયોગ ગુજરાત ભાજપે કર્યા છે જે સફળ થયા બાદ સમગ્ર રાષ્ટ્રીય સંગઠનમાં પણ લાગુ કરાયા. ત્યારે નવી સદસ્યતા માટે 20 ટકા વધારાના લક્ષ્યાંક સામે પ્રદેશ ભાજપે 50 ટકા વધુ સભ્યો બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જો કે, ગત વખતે મિસકોલથી રજીસ્ટર્ડ થયેલા તમામ સભ્યોની વિગતો ભાજપ મેળવી શક્યો નહોતો એટલે આ વખતે સભ્ય નોંધણી સમયે તમામ સભ્યોની પ્રાથમિક વિગતોની પણ નોંધણી કરાઈ રહી છે. ત્યારે જોવાનુંએ રહેશે કે ભાજપની સદસ્યતા અભિયાનની સફળતા ગુજરાતમાં ભાજપના કાર્યકરોને કેટલા ઉત્સાહિત રાખશે.
જુઓ LIVE TV :