બ્રિજેશ દોશી/ગાંધીનગર :વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોમાં મુખ્યમંત્રીની ખુરશી છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનું કેન્દ્ર બની છે. અહીં મુખ્યમંત્રી બદલવાની વાત નથી, પણ મુખ્યમંત્રી જેવી ખુરશીનો મોહની વાત છે. ભાજપના એક સિનિયર ધારાસભ્યને આ મોહ લાગ્યો છે. વિધાનસભા (gujarat vidhansabha) ના નિયમો પ્રમાણે સરકાર અને પક્ષના હોદ્દેદારોને બેઠક, કેબિન, ખુરશીઓ તેમજ સ્ટાફની ફાળવણી અંગે એક નિશ્ચિત બજેટ અને ગાઈડલાઈન હોય છે. આ નિયમો પ્રમાણે રાજ્યકક્ષાના મંત્રી સમકક્ષ હોદ્દો ધરાવતા ભાજપના એક સિનિયર ધારાસભ્યએ મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani)ની ખુરશી જેવી ખુરશી પોતાની કેબિનમાં રાખવાનો આગ્રહ રાખ્યો અને વિધાનસભાના અધિકારીઓ પાસે આ જ પ્રકારની ખુરશીની માંગણી કરી. 


નજર સામે વહેવા લાગી દારૂની નદી, રાજકોટ પોલીસે દારૂના અડ્ડાઓ પર કરી મોટી કાર્યવાહી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોની વાત સાચી માનીએ તો, વિધાનસભાના અધિકારીઓએ ભાજપના આ સિનિયર નેતાને નિયમોનો હવાલો આપીને આ પ્રકારની ખુરશી તમને ન મળી શકે એવો જવાબ આપ્યો. જેના કારણે ભાજપના આ સિનિયર ધારાસભ્ય જીદે ચડ્યા અને અધિકારીઓના ના પાડવા છતાં મુખ્યમંત્રી જેવી જ ખુરશી પોતાની કેબિનમાં મૂકાવી. જેના કારણે હાલ તો આ સમગ્ર મામલો ભાજપના ધારાસભ્યોમાં ચર્ચાનો વિષય બન્યો છે. 


સામાન્ય રીતે ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે, જેના કારણે કોઈપણ ધારાસભ્ય કે નેતા આ પ્રકારની જીદ કે માંગણી કરતા નથી. પણ ભાજપના સિનિયર ધારાસભ્ય જો આ પ્રકારની માંગણી કરે તો તે સરકાર અને પક્ષના નેતાઓ માટે આંચકારૂપ બાબત છે. હાલ તો ભાજપના ધારાસભ્યોમાં ગણગણાટ ચાલી રહ્યો છે કે, સમયાંતરે મુખ્યમંત્રી બદલવાની અફવાઓ વચ્ચે મુખ્યમંત્રી જેવી ખુરશીનો મોહ રાખનાર આ સિનિયર ધારાસભ્યને હાઈ કમાન્ડ કોઇ ઠપકો આપે છે કે કેમ?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...