જયેન્દ્ર ભોઇ/પાવાગઢ : મધ્ય ગુજરાતના ધારાસભ્ય સહિત ખાનદાન નબીરા ઝૂગાર રમતા ઝડપાયા હોવાની સુત્રો પાસેથી માહિતી મળી રહી છે. હાલોલના શિવરાજપુર નજીક આવેલ જીમીરાં રિસોર્ટમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ધારાસભ્ય સાથે ખાનદાન નબીરા હોવાની ચર્ચા ચાલી રહી છે. રિસોર્ટમાં કસીનો ટાઈપ કોઈનથી જુગાર ધામ ચાલી રહ્યું હતું. આ ઉપરાંત હાઇપ્રોફાઇલ યુવતીઓ દ્વારા જુગાર રમાડાતો હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે લાખોની કિંમતના મુદ્દામાલ સાથે ધારાસભ્ય અને નબીરાઓને ઝડપી લીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિવેજની સફાઇ માટે ઉતરેલા 3 શ્રમજીવી ગુમ, વિશાળ ખાડો ખોદીને તમામને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા


પાવાગઢ પોલીસ સહિત એલસીબીની ટીમોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ચુક્યો છે. ધારાસભ્ય સહિત નબીરાઓ જીમીરા રિસોર્ટમાં દારૂની પણ મહેફિલ માણી રહ્યા હોવાનું આધાર ભૂત સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. પોલીસ હાલ તમામ લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે. જો કે હાલ પોલીસ પણ આ મુદ્દે કોઇ પ્રકારનું અધિકારીક નિવેદન આપવાનું ટાળી રહી છે. અંદર એક ધારાસભ્ય હોવાની વાત પણ સુત્રો જણાવી રહ્યા છે. જો કે પોલીસ આ અંગે મગ નું નામ મરી પાડવા માટે તૈયાર નથી. 


Vadodara: એક રૂપિયાની મદદથી ટ્રેનને લૂંટતી હતી ટોહાના ગેંગ, 13 લૂંટોને આપ્યો અંજામ


હાલ તો પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરીને પુછપરછ ચલાવવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષક સાથે થયેલી વાતચીત અનુસાર ભાજપનાં ધારાસભ્ય (MLA) કેશરી સિંહ સોલંકી પણ જુગાર રમતા ઝડપાયા છે. કેશરી સિંહ ખેડાની માતરના ધારાસભ્ય છે. હાલ તો તેમની અટકાયત કરીને પુછપરછ ચાલી રહી છે. કેસરી સિંહ સોલંકીના નામ અંગે જિલ્લા પોલીસ વડા (SP) લીના પાટિલ દ્વારા પૃષ્ટી કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube