કેતન ઇનામદાર રાજીનામુ પરત ખેંચ્યું, સમાધાનની ફોર્મ્યુલા અંગે ચલકચલાણું
સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું ધરવામાં આવ્યું છે. જો કે આ રાજીનામા બાદ નવો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ થઇ ગયો છે. ઇનામદારનાં સમર્થકો સેંકડોની સંખ્યામાં તેમનાં ઘરે પહોંચી ચુક્યા છે. તેમણે ભારે હૃદયથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વારંવાર તેમની અવગણના થઇ રહી છે તેવું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સરકારની આંખ ઉઘાડવા માટે રાજનામું ધર્યું હોવાનું જણાવી રહ્યા છે. જો કે તેમને અગાઉ ઘણા ઉચ્ચ નેતાઓ દ્વારા મનાવવા માટે દોડાવવામાં આવ્યા હતા. સીનિયર નેતાઓએ પોતાનું કામ સફળતા પુર્વક કર્યું છે.
રવિ અગ્રવાલ/વડોદરા: સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું ધરવામાં આવ્યું છે. જો કે આ રાજીનામા બાદ નવો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ થઇ ગયો છે. ઇનામદારનાં સમર્થકો સેંકડોની સંખ્યામાં તેમનાં ઘરે પહોંચી ચુક્યા છે. તેમણે ભારે હૃદયથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વારંવાર તેમની અવગણના થઇ રહી છે તેવું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સરકારની આંખ ઉઘાડવા માટે રાજનામું ધર્યું હોવાનું જણાવી રહ્યા છે. જો કે તેમને અગાઉ ઘણા ઉચ્ચ નેતાઓ દ્વારા મનાવવા માટે દોડાવવામાં આવ્યા હતા. સીનિયર નેતાઓએ પોતાનું કામ સફળતા પુર્વક કર્યું છે.
સુરત મહાનગરપાલિકાનું બજેટ રજુ, ચૂંટણીને ધ્યાને રાખી નાગરિકોને ખુશ કરવા પ્રયાસ
પક્ષ પ્રમુખ જીતુ વાઘાણી સાથે બેઠક કર્યા બાદ કેતન ઇનામદારે રાજીનામું પરત ખેંચવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, તેઓ પોતાનું રાજીનામું પરત ખેંચશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેતન ઇનામદાર અને પક્ષપ્રમુખ વચ્ચે લાંબો સમય સુધી બેઠક ચાલી હતી. જેમાં તેમની તમામ માંગણીઓ મુદ્દાઓનો ઉકેલ લાવવામાં આવશે. જો કે સમાધાનની ફોર્મ્યુલા અંગે સ્પષ્ટતા થઇ નથી. સમાધાન કઇ રીતે થયું અને જે મુદ્દે અસંતોષ હતો તેનો ઉકેલ કઇ રીતે આવશે.
વિજય રૂપાણીએ પત્રકાર પરિષદની મહત્વની વાત..
- અમારી ચર્ચા સારી રહી છે
- કેતનભાઇએ રાજીનામુ પરત ખેંચી લીધું છે
- MGVCLનાં MD સાથે મે પોતે ચર્ચા કરી છે.
- MGVCL મુદ્દે ચર્ચા કરી છે
- વિકાસની સરકાર છે, વિકાસ મુદ્દે પાછી નહી પડે
- જવાબદાર અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી
- કોઇ પણ જનહિતના પ્રશ્નને વટનો મુદ્દો ન બનાવવો
- અધિકારી હોય કે નેતા તમામ જનતાના સેવક છે
- જનતાને કોઇ અગવડ ન પડે તેવા પ્રયાસો થાય
- કેતનભાઇની જે પણ માંગણીઓ છે તેના પર ચર્ચા થશે
ભરૂચ ભાજપમાં GNFC મુદ્દે ભડકો? શહેરને ભોપાલ બનતું અટકાવવા MLAની રજુઆત
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લા ભાજપનાં પ્રમુખ અને કેતનભાઇ વચ્ચે બેઠક પુર્ણ થઇ ચુકી છે. દિલુભા ચુડાસમા અને કેતન ઇનામદાર વચ્ચે થયેલી બેઠક બાદ દિલુભાએ કહ્યું કે, બેઠક સફળ રહી છે. તેમની માંગણીઓ યોગ્ય છે, જેનું નિરાકરણ ટુંક જ સમયમાં પક્ષ દ્વારા લાવવામાં આવશે. ભાજપ પહેલાથી જ વિકાસને વરેલી પાર્ટી રહી છે. તેથી વિકાસનો કોઇ સવાલ જ નથી. આ ઉપરાંત પક્ષ પ્રમુખ જીતુ વાઘાણી પણ કેતન ઇનામદાર સાથે મુલાકાત માટે આવી રહ્યા છે. આ બેઠક બાદ તેઓ પોતાનું રાજીનામું પરત ખેંચી લેશે. જો કે કેતન ઇનામદારે પોતાનું વલણ ફરી એકવાર દોહરાવતા કહ્યું હતું કે, જો મારી સમસ્યાનું નિરાકરણ આવશે તો જ હું માનીશ. સમાધાન કે ધમકીનો કોઇ સવાલ નથી. મારી જનતાનું કામ થાય તે જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube