Surat Loksabha Seat : લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં જે રીતે ભરતી મેળો ચાલુ છે, તે જોતા ભાજપના નેતાઓને મજુરિયા કાર્યકર્તા હોવાનો અહેસાસ થાય છે. સાથે જ મોટાગજાના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. ગત મહિને સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે આ જ કારણે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતુ. ત્યારે હવે ગુજરાત ભાજપના વધુ ધારાસભ્યએ આયાતી ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરી છે. આ આયાતી ઉમેદવાર છે અલ્પેશ કથીરિયા, અને નારાજ થનાર છે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણી. ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભા ચૂંટણી વખતે અલ્પેશ કથેરિયા અને કુમાર કાનાણી સામસામે ઉમેદવાર હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાનાણીની હાજરી આંખે ઉડીને વળગી 
ગઈકાલે આમ આદમી પાર્ટી ના અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયા ભાજપમાં જોડાયા હતા. તયારે આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણી ભાજપના આ ભરતી મેળાથી અને સભાથી દૂર રહ્યાં હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ અને સુરતના ધારાસભ્યો આ ભરતી મેળામાં હાજર રહ્યા હતા, પરંતુ કુમાર કાનાણીની ગેરહાજરી આંખે ઉડીને વળગે તેમ હતી. વિધાનસભાની ચૂંટણી વખતે સૌથી મજબૂત હરીફ તરીકે અલ્પેશ કથીરિયા કુમાર કાનાણીની સામે પડ્યો હતો. તેમાં પણ કુમાર કાનાણીની ઈમેજ સ્પષ્ટ વક્તા તરીકે છે. તેઓ વાંધો હોય તો પોતાની પાર્ટી સામે પણ બોલતા અચકાતા નથી. જોકે, ભાજપ પ્રવેશનાં કાર્યક્રમથી ધારાસભ્ય અળગા રહેતા ગણગણાટ વધ્યો હતો. સ્થાનિક ધારાસભ્ય ભરતી મેળાથી અને સભાથી દૂર રહ્યા હતા.


મોંઘાદાટ લગ્નોની ફેશનને તિલાંજલિ આપવા કડવા પાટીદારોની અનોખી પહેલ


લાયા બાપુ લાયા,... ધાનાણી ચૂંટણી પ્રચારમાં મહિલાઓની ફેવરિટ પાણીપુરી લાવ્યા