ઝી બ્યુરો/રાજકોટ: રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના બીજેપી ધારાસભ્યને હાર્ટ એટેક આવ્યો છે. જી હા..ગુજરાત ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળાને હળવો હાર્ટ એટેક આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવાળીમાં અંબાજી મંદિરની તિજોરી છલકાઈ! કરોડો રૂપિયાનું સોનું-ચાંદી અને રોકડનું દાન


આ અંગે મળતી માહિતી અનુસાર રાજકોટમાં બીજેપીના ધારાસભ્ય રમેશ ટીલાળા ગઇકાલે રાત્રે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા, તે સમયે અચાનક તેમની તબિયત લથળી હતી. ત્યારબાદ તેઓ ડોક્ટર પાસે સારવાર માટે ગયા હતા, જ્યાં તબીબી નિદાનમાં હળવો એટેક આવ્યાનું સામે આવ્યું છે. હાર્ટ એટેક આવતા જરૂરી મેડિકલ ચેકઅપ કરાયું હતું. હાલમાં ધારાસભ્યની તબિયત સારી હોવાનું સામે આવ્યું છે અને જરૂરી મેડિકલ ચેક અપ કરવામાં આવી રહ્યું છે.


સિલ્ક્યારા ટનલમાંથી બહાર આવેલા કામદારોના ઘરો થશે પ્રકાશિત, આ કંપનીની મોટી જાહેરાત


ઉલ્લેખનીય છે કે, કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે.


જેઠાલાલને યુવાનીનો પડાવ પાર કર્યા બાદ મળી સફળતા, આજે છે ટેલિવિઝનના મોટા સુપરસ્ટાર