Sabarkantha News : ગુજરાત ભાજપમાં હાલ ઉકળતા ચરુ જેવી હાલત છે. એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ છે. લોકસભાની ચૂંટણી પહેલા તો બધુ બરાબર હતું, પરંતુ જેમ ચૂંટણી પ્રચાર શરૂ થયો તેમ વિવાદો શરૂ થયા. ત્યારે ઈડરના ભાજપના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ, પૂર્વ શિક્ષણ પ્રધાન રમણલાલ વોરાએ જિલ્લા પંચાયતના મહિલા સભ્ય અને આરોગ્ય સમિતિના અધ્યક્ષને અપશબ્દો કહ્યા હતા. ત્યારે ભાજપના ધારાસભ્યોના આ વર્તનથી કચ્છી સમાજ વાડીમાં કાર્યકર્તાઓ અને આદિવાસીમાં રોષ જોવા મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રમણલાલ વોરાએ રજૂઆત કરવા આવેલી મહિલાને ગાળો ભાંડી
સાબરકાંઠાના હિંમતનગરમાં કચ્છ કડવા પાટીદાર સમાજવાડીમાં ઘર ઘર સંપર્ક બેઠક યોજાઈ હતી. આબેઠક દરમિયાન ઉમેદવાર બદલવા જિલ્લા પંચાયતના સદસ્યો સૂત્રોચ્ચાંર સાથે રજુઆત કરાઈ હતી. ત્યારે ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા અપશબ્દો બોલ્યા હતા. કચ્છી સમાજ વાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહિલા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેનને અપશબ્દો કહ્યા હતા. રજૂઆત માટે આવેલી મહિલા કાર્યકર્તાઓને અશ્લીલ ગાળો બોલવાના આક્ષેપને લઈને મહિલાઓએ આક્રોશ ઠાલવ્યો હતો. મહિલા કાર્યકર્તાઓ સહિત અન્ય કાર્યકર્તાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. 


ગુજરાતની પ્રથમ એવી બેઠક જ્યાં લોકસભામાં ચાર પાર્ટીના ઉમેદવારો મેદાનમાં ઉતરશે


ભાજપમાં મર્યાદા તૂટતી જઈ રહી છે
તો બીજી તરફ, રમણ વોરાએ જિલ્લા પંચાયતની આદિવાસી મહિલા સદસ્ય અપશબ્દ બોલવાનો મામલે કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે પ્રતિક્રીયા આપી હતી. ભાજપ નેતાઓની વાણીને લઈ જગદીશ ઠાકોરે કહ્યું તેઓ ભૂલ પર ભૂલ કરી રહ્યા છે. હવે ભાજપમાં મર્યાદા તૂટતી જઈ રહી છે. સાથે જ તેમણે સીઆર પાટીલ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, પાટીલ માટે ચા કરતાં કીટલી વધારે ગરમ છે.


ગુજરાતમાં પાટીલની પ્રગતિ કોને ખૂંચી : કોણ નથી ઈચ્છતું કે પાટીલ દિલ્હી પહોંચે