આણંદઃ આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ છે. દેશભરમાં લોકો નેતાજીને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સવારે સંસદ પરિસરમાં સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપી હતી. સોશિયલ મીડિયા પર સવારથી લોકો નેતાજીને યાદ કરી રહ્યાં છે. આ વચ્ચે આણંદથી ભાજપના ધારાસભ્યએ ભાંગરો વાટ્યો છે. તેમણે નેતાજીને શ્રદ્ધાંજલિ આપવા દરમિયાન તેમને આતંકવાદી પાંખના ભાગ ગણાવી દીધા હતા. પરંતુ તેમની પોસ્ટ બાદ વિવાદ વધતા ધારાસભ્યએ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધારાસભ્ય ભાન ભૂલ્યા
દેશભરમાં સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે. દેશભરમાં લોકો નેતાજીને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. આ વચ્ચે આણંદથી ભાજપના ધારાસભ્ય યોગેશ આર પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નેતાજીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ધારાસભ્યએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, 'ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની ભૂમિકા માટે જાણિતા છે.અસહકાર ચળવળના સહભાગી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા, તેઓ વધુ આતંકવાદી પાંખનો ભાગ હતાં. અને સમાજવાદી નીતિઓની હિમાલય માટે જાણિતા હતાં.' 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube