Loksabha Election 2024 : ભાજપના બધુ બરાબર હોવાનો રાગ ભલે આલાપાતો હોય, પરંતું પક્ષમાં કાણાં તો પડી રહ્યાં છે. દબાયેલા અવાજ હવે ધીરે ધીરે બહાર આવી રહ્યાં છે. નેતાઓની હિંમત ખૂલી રહી છે, અને તેઓ ખૂલીને બોલી રહ્યાં છે. ત્યારે અમરેલીથી ભાજપના દિગ્ગજ નેતા નારણ કાછડિયાનું દર્દ છલકાયું છે. તેમણે પક્ષ સામે વિરોધી સૂર કહ્યાં છે. ત્યારે ભાજપના આંતરિક ડખ્ખામાં કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપને હાથના કર્યા હૈયે વાગ્યા
ભાજપમાં ભડકા બાદ કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરનુ નિવેદન સામે આવ્યું છે. જેની ઠુમ્મરે કહ્યું કે, સાંસદ કાછડિયા ભાજપની આંતરિક પરિસ્થિતિનું સત્ય સામે લાવ્યા તે બદલ અભિનંદન. જયેશ રાદડિયાની જીત બદલ દિલીપભાઈ સંધાણીને અભિનંદન. ભારતીય જનતા પાર્ટીથી ઉપર ઉઠીને સત્યનો સાથ આપ્યો. ભારતીય જનતા પાર્ટીને હાથના કર્યા હૈયે વાગ્યા છે. 


રાદડિયાની શાનદાર જીત બાદ વધુ એક મોટા સમાચાર : દિલીપ સંઘાણી ફરી IFFCO ના ચેરમેન બન્યા


 



 


કાછડિયાએ ભાજપ વિરુદ્ધ શું કહ્યું..
મતદાન પૂરું થતા જ અમરેલીના નારણ કાછડીયાએ ભાજપ માટે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, કાર્યકર્તાઓને ઉભો કરતા દસ વર્ષ લાગે છે. કાર્યકર્તાઓને તોડવાની કોઈ કોશિશ ના કરે, કાર્યકર્તાની પાછળ અમે બેઠા છીએ. કોંગ્રેસ અને આપમાંથી કાર્યકરો સવારે આવે અને સાંજે હોદ્દો મળી જાય છે. બીજે દિવસે કેબિનેટના મંત્રીના પદ મળી જાય.. સંગઠનના પદ મળી જાય.. ધારાસભ્યની ટિકિટો મળી જાય.. તમે પાર્ટીમાં નિયમ પ્રમાણો લો, આપણે સરવાળો કરવાનો છે, બાદબાકી નથી કરવાની તે અમે જાણીએ છીએ. કાર્યકર્તાઓને પાર્ટીમાં લો, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના ભોગે નહીં.ભાજપના કાર્યકર્તા 35-35 વર્ષથી કામ કરતો હોય અને પાર્ટીના ઝંડા લગાવતો હોય.. નારા લગાવતો હોય.. અને તમે કાલે સવારે લઈ આવો એ સ્ટેજ પર બેસે અને સિનિયર કાર્યકર્તા સામે બેઠો હોય તે કેટલા અંશે વ્યાજબી કહેવાય?” વધુમાં તેમણે કહ્યું કે, ભાજપના કોઈ પણ કાર્યકર્તાને સાઈડલાઈન કરીને કોઈને પદ કે હોદ્દો આપવો.. જે કાલે સવારે આવ્યા હોય.. તેમના માટે તો ક્યારે સ્વીકારી ન શકીએ. વિપક્ષ પાસે કશું જ નથી છતાં આપણને હંફાવે છે. અમરેલી લોકસભા બેઠક પર દોઢ લાખ મત ઓછા પડ્યા હતા. ઉમેદવાર સિલેક્શન કરીને મતદારોનો દ્રોહ કર્યો છે. અમરેલીમાં બહુ બધા ઉમેદવાર લાયક લોકો હતા. જે ‘થેંક્યૂ’ પણ નો બોલી શકે એને ટિકિટ આપી છે. આમ, નારણ કાછડિયાએ આરોપ લગાવ્યો હતો કે ભાજપે નબળા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસે ભાજપને હંફાવ્યા છે. તે સિવાય ભાજપમાં કોંગ્રેસ અને અન્ય પક્ષના નેતાઓને સામેલ કરવાને લઇને પણ કાછડિયાએ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપમાં થયેલી વેલકમ પાર્ટીઓ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા.



અબ પછતાયે હોત ક્યા, જબ ચીડીયા ચુગ ગઈ ખેત
સાંસદ કાછડીયાના નિવેદન પર ભાજપના નેતા ડો. ભરત કાનાબાર પણ બોલ્યા છે. અમરેલી લોકસભા બેઠકના ઉમેદવારની પસંદગી બાબતે નારાજગી વ્યક્ત કરતા નિવેદન મુદ્દે ભાજપના આગેવાન ડો. ભરત કાનાબાર બોલ્યા કે, અબ પછતાયે હોત ક્યા, જબ ચીડીયા ચુગ ગઈ ખેત. ભાજપમાં ઉમેદવાર પસંદગી પ્રક્રિયા બહુ સ્ટ્રોંગ છે. ઉમેદવાર પસંદગીમાં આ વખતે અનેક જગ્યાએ વિરોધ થયા છે. ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં આવુ પ્રથમ વખત બન્યું છે કે કાર્યકરોએ ઉમેદવાર પસંદગી પર વિરોધ વ્યક્ત કર્યો. નારણ કાછડીયા એ પોતાનો અભિપ્રાય આજે ખુલીને વ્યકત કર્યો છે.