ઉદય રંજન/સુરત: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મકરસંક્રાંતિ નિમિતે અમદાવાદ આવી પોતાના પરિવાર સાથે ઉજવણી કરી હતી. ત્યારે બપોર બાદ અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ પાર્કમાં આવીને સ્થાનિકો સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમાં સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહીત સ્થાનિક ધારાસભ્ય કૌશિક પટેલ સહીતના ભાજપના નેતા પણ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે જ્યારે પતંગ ચગાવી ત્યારે જીતુ વાઘણીએ અમિત શાહની ફિરકી પકડી હતી. અમિત શાહે સ્થાનિકો સાથે 20 થી 25 મિનિટ સુધી પતંગ ચગાવ્યા બાદ ઘર તરફ જવા નીકળયા હતા.


રાજ્યમાં ઉતરાયણના દિવસે જ બે અલગ-અલગ અકસ્માતમાં કુલ 7 લોકોના મોત


મહત્વનું છે, કે  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તમામ તહેવાર તેમના પરિવાર સાથે ઉજવણી કરવા માટે અમદાવાદ પોતાના નિવાસ સ્થાને આવે છે. ઉતરાયણનો તહેવાર પણ તેમના પરિવારની સાથે પાર્ટીના સભ્યો સાથે ઉજવણી કરી હતી. જેમાં ગુજરાત ભાજપના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.