અમદાવાદમાં ચાના પેપર કપ પર પ્રતિબંધ મુદ્દે ભાજપના હોદ્દેદારો અને મનપા કમિશનર આમને-સામને!
અમદાવાદમાં આવતીકાલથી પેપર કપના વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના આ નિર્ણયના કારણે બેરોજગારીનો ખતરો ઉભો થયો છે. અમદાવાદમાં આશરે એક હજાર પેપર કપ બનાવવાના યુનિટ આવેલા છે. જેમાં 10 હજારથી વધુ લોકો કામ કરે છે.
અમદાવાદ: મહાનગરપાલિકાની વહીવટી પાંખ અને શાસકો વચ્ચે તાલમેલ ન હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદમાં આવતીકાલથી પેપર કપ પર પ્રતિબંધનો મહત્વનો નિર્ણય અમલમાં આવવાનો છે. જેની જાહેરાત અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર કરી ચુક્યા છે. પરંતુ તેનો કોઈ લેખિત પરિરત્ર નથી જાહેર કરવામાં આવ્યો કે તેની સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા પણ કરવામાં આવી નથી.
નાઈ સમાજના યુવકે પ્રેમલગ્ન કરતા આખા સમાજને સજા! જીવન જરૂરિયાતની વસ્તુ પર પ્રતિબંધ
આ નિર્ણયની અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશોને ખબર જ નથી. આ હકીકત ત્યારે સામે આવી જ્યારે પેપર કપનું ઉત્પાદન કરતા ઉદ્યોગકારો મેયરને તેમની મુશ્કેલીઓની રજૂઆત કરવા પહોંચ્યા. મેયરે જનતાના હિતમાં નિર્ણય લેવાની ખાતરી તો આપી પરંતુ અહીં વહીવટી પાંખ અને શાસકો વચ્ચે સંવાદનો અભાવ છે તે સ્પષ્ટ થયું છે.
વડોદરામાં મમતા ભૂલાઇ, લગ્નના બે દિવસ પહેલા બાળક જન્મતા કચરામાં ફેંકી દીધું!
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આવતીકાલથી પેપર કપના વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના આ નિર્ણયના કારણે બેરોજગારીનો ખતરો ઉભો થયો છે. અમદાવાદમાં આશરે એક હજાર પેપર કપ બનાવવાના યુનિટ આવેલા છે. જેમાં 10 હજારથી વધુ લોકો કામ કરે છે. અમદાવાદ મહાનગરપાલિકાના આ નિર્ણયથી મોટા ભાગના યુનિટ ઠપ્પ થાના આરે છે અને ઉત્પાદકોને ભારે નુકસાન થઈ રહ્યું છે. આશરે 25 કરોડનું ટર્ન ઓવર ધરાવતા યુનિટને આ નિર્ણયની અસર પડશે.
30 કરોડની મલાઈ કોણ કોણ ખાઈ ગયું: ગૃહમંત્રાલય પણ ચોંક્યું, હવે કોનો વારો આવશે