• સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની આગેવાનોને ટકોર કરી 

  • કાર્યકરોને ફોનના માધ્યમથી સરકારની યોજના માટેનો વોટ્સએપ નંબર ન પહોંચાડવા બદલ ઠપકો પણ આપ્યો


બ્રિજેશ દોશી/અમદાવાદ :અમદાવાદની નિકોલ વિધાનસભાના ચોપડા વિતરણ કાર્યક્રમમાં હાજર રહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે (cr patil) આગેવાનોને ટકોર કરી હતી. પ્રદેશ પ્રમુખે પોતાના સંબોધનમાં આગેવાનોને કહ્યું કે, ફકત કાર્યક્રમોમાં હાજરી આપવાથી કઈં નહિ થાય, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડો. પ્રધાનમંત્રી મોદી (PM Modi) એ લોકો માટે 12 રૂપિયામાં 2 લાખની વીમા યોજના શરૂ કરી છે. દરેક કાર્યકર્તા પોતાના જન્મદિવસે 10 લોકોના વીમા ઉતારે અને ભાજપે (BJP) જાહેર કરેલા વોટ્સએપ નંબરથી જરૂરિયાતમંદોને બેંક લોનથી લઈને સરકારની યોજનાઓની વિગતો પહોંચાડે જે લોકોનું જીવન બદલશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : કૂવામાં નાંખેલો રોટલો જે દિશામાં જાય તેવો વરસાદ પડે, ગુજરાતના નાનકડા ગામની અનોખી પરંપરા


તેમણે ધારાસભ્ય જગદીશ પંચાલના કાર્યક્રમના આયોજન બદલ પીઠ થાબડી. તો સાથે જ બધા કાર્યકરોને ફોનના માધ્યમથી સરકારની યોજના (government yojna) માટેનો વોટ્સએપ નંબર ન પહોંચાડવા બદલ ઠપકો પણ આપ્યો. અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહને આગામી આયોજનો માટે સૂચના આપી અને ઝડપથી કોર્પોરેટરો સાથેની બેઠક બોલાવવા કહ્યું. તેમણે કાર્યકર્તાઓને આગામી દિવસોમાં ફરી વાર લોકો વચ્ચે જવા કહ્યું. અમદાવાદ શહેર સંગઠન બન્યા બાદ ઝડપથી આયોજન થાય તે માટે ટકોર કરી. 


આ પણ વાંચો : ફરી વધ્યા કપાસિયા તેલ અને સિંગતેલના ભાવ, આ છે આજની લેટેસ્ટ પ્રાઈઝ


ભાજપ અધ્યક્ષે કહ્યું કે, જનસંઘના ઈતિહાસ સાથેની વિગતોવાળું ટેબલેટ પક્ષના 10 હજાર આગેવાનોને અપાશે. જેનાથી ટેકનોલોજીનો વ્યાપ જમીન સુધી પહોંચે. આખા દેશમાં ક્યાંય ન હોય તેવું ટેકનોસેવી સંગઠન ગુજરાત ભાજપનું હશે. 


કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓથી જ લોકોનો વિશ્વાસ સંપાદિત થશે અને લોકો ભાજપ સાથે રહેશે તેવો વિશ્વાસ ભાજપ પ્રમુખે વ્યક્ત કર્યો. ત્યારે આગામી દિવસોમાં અમદાવાદ શહેર ભાજપ સંગઠને વધુ મહેનત કરવી પડશે તે નિશ્ચિત છે.