અતુલ તિવારી/અમદાવાદ :રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર થતા જ ગુજરાતમાં રાજકારણનું જોર વધવા લાગ્યું છે. આજે સવારથી જ કોંગ્રેસના નેતાઓની રાજીનામાની અટકળો ચાલી રહી છે. ત્યારે ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાજ્યસભાની ચૂંટણી જાહેર થઈ, વિધાનસભા ચાલુ હતી. કોઈ વ્યક્તિ રાજ્યમાં સંક્રમિત હતું નહિ, એ વખતે કોંગ્રેસના ધારાસભ્યો રાજસ્થાન જતા રહ્યા. તે સમયે વિધાનસભા પણ વહેલી પૂરી કરી. ત્યારે પણ કોંગ્રેસ જયપુર હતી. ગત વખતે અહેમદભાઈ ચૂંટણી લડતા હતા, ત્યારે આખા દેશની કોંગ્રેસ એક બની હતી. કોંગ્રેસે અરીસામાં જોવું જોઈએ. ભૂતકાળમાં કોંગ્રેસ સમયે ક્રોસ વોટિંગથી ભાજપના ઉમેદવારો જીત્યાના દાખલા છે. હું કોંગ્રેસને પૂછવા માગીશ કે, રાજપા કેવી રીતે બન્યું. કોણે તોફાન કર્યા હતા. માઇક કોણે ફેંક્યા હતા. 2007માં ભાજપના ધારાસભ્યને લઈ જવાનો પ્રયાસ થયો હતો. જે લઈ ગયા હતા કેમ લઈ ગયા હતા એ જવાબ આપે. પહેલા કોંગ્રેસ 2013માં ચૂંટણી ન હતી, પણ કેટલાક ધારાસભ્ય કેમ કોંગ્રેસ છોડીને ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Big Breaking : કોંગ્રેસ પ્રમુખના દાવા ખોટા સાબિત થયા, 2 ધારાસભ્યોએ આપ્યા રાજીનામા 


તેમણે કોંગ્રસના આરોપોનો જવાબ આપતા કહ્યું કે, ભાજપના ધારાસભ્ય અમારા સંપર્કમાં છે એવું કોંગ્રેસ કહે છે, શેના માટે સંપર્કમાં હતા એ કહો. જે કોંગ્રેસ છોડીને ભાજપમાં રાજીનામા આપીને જોડાયા. અક્ષયભાઈએ રાજીનામુ આપ્યું છે. એમના અધ્યક્ષ કહે છે કે એ અમારી સાથે છે. તમે લોકોને ગુમરાહ કરો છો. તમારા ઝઘડા, તોફાન... અહેમદભાઈને સાચવી શકો છો. પ્રિયંકાજી, સોનિયાજી અને રાહુલ દેશમાં નિષ્ફળ સાબિત થયા છે. 2022 અને 24માં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કોંગ્રેસ જીતી શકે તેવી નથી. આ સ્થિતિમાં કોંગ્રેસના આક્ષેપ હું ફગાવું છું. ભાજપમાંથી કોઈ એમના સાથે આવે તો રાજીવ ગાંધી ભવનથી મોટી વાતો કરે છે. કોંગ્રેસના આક્ષેપ કાયમ થતા રહ્યા છે, કોંગ્રેસને સલાહ આપીશ કે ત્રણેય બેઠક જીતીશું.


ધારાસભ્યોના રાજીનામા અંગે કોંગ્રેસ રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરશે