Gujarat Elections 2022 : ચૂંટણી એટલે લોકશાહી. જેમાં રાજકીય પક્ષો પોતાના ઉમેદવાર ઉભા રાખે, એ ઉમેદવારો ઘરે ઘરે જઈને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરે, અને વોટની અપીલ કરે. ત્યારે મતદારો ઉમેદવારોને મત આપીને ચૂંટે. જે તેમના વિસ્તારનું પ્રતિનિધિત્વ સરકારમાં કરે. આ એક સાધારણ પ્રક્રિયા છે, જેમાં મતદારો રાજા હોય છે. એક સમય હતો જ્યારે ઉમેદવારો લોકોની સામે જઈને મત માટે ભીખ માંગતા, પરંતુ હવેના ઉમેદવારોને જાણે રાજકારણનો નશો ચઢી ગયો છે. હવે ઉમેદવારો દબંગાઈ પર ઉતરી ગયા છે. શુ તેમના પર સત્તાનો નશો ચઢી ગયો છે. રાજુલા ભાજપના ઉમેદવાર હીરા સોલંકીની દબંગાઈ સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હીરા સોલંકીએ વિરોધીને જવાબ આપતા વિવાદિત નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, ધમકી આપતા લોકોથી ભાજપના કાર્યકરોને ડરવાની જરૂર નથી. કોઈના બાપથી ડરતા નથી, અહીયા હીરા સોલંકી બેઠા છે. જે ધમકી આપવા નીકળ્યા છે, તેમન ડબ્બા ગુલ થવાના છે. 



આમ, સોશિયલ મીડિયામાં હીરા સોલંકીની દબંગાઈનો આ વીડિયો વાયરલ થયો છે. જે શરમજનક છે. ગઈકાલે જાફરાબાદમાં ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા હીરા સોલંકી આવા બોલ બોલ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હીરા સોલંકી જાફરાબાદમાં ડોર ટુ ડોર પ્રચાર માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેમણે કાર્યકરોને કહ્યું કે, તમે માત્ર જાફરાબાદમાં સાચવી લેજો. ધમકી આપતા લોકોથી આપડે ડરવાનું નથી, ધમકી આપતા લોકોના ડબ્બા ગુલ થવાના છે. 


ત્યારે ભાજપના ઉમેદવારનો આ વીડિયો અનેક સવાલો કરે છે. શું નેતાઓને સત્તાનો નશો ચઢી ગયો છે કે, તેઓ હવે મત માંગવાને બદલે આવી ધમકી આપી રહ્યાં છે. આ વીડિયોમા હીરા સોલંકી ધમકી આપી રહ્યા છે તેવુ સ્પષ્ટ દેખાઈ આવે છે. જો કોઈ નેતા વોટ માંગતા સમયે આવું કરે તો ચૂંટાઈને આવે તો શું કરે એવા અનેક સવાલો પેદા થાય છે.