ગૌરવ દવે/રાજકોટ :આગામી 19 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી મોદી રાજકોટમાં આવી રહ્યાં છે. ત્યારે તેમના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે. પરંતુ તે પહેલા જ સૌરાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. પૂર્વ વિધાનસભામાં અરવિંદ રૈયાણીની સાથે હરિફ સંભવિત દાવેદારોએ બેઠક કરી હતી. ભાજપના અસંતુષ્ટોના એક જુથે "ટિફીન બેઠક" કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ પૂર્વ વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. ભાજપના અસંતુષ્ટોના એક જુથે "ટિફીન બેઠક" કરી હતી. પૂર્વ વિધાનસભામાં અરવિંદ રૈયાણીની સાથે હરિફ સંભવિત દાવેદારોએ બેઠક કરી હતી. જેમાં ચૂંટણીમાં દાવેદારીને લઇને બેઠક થઇ હોવાની ચર્ચા છે. અરવિંદ રૈયાણીને ટિકિટ ન મળે અને તેમના જુથમાંથી ટિકીટ મળે તે માટે લોબિંગ ચાલુ કર્યું છે. આ બેઠકમાં પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભ દુધાત્રા, પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિન મોલિયા, કોર્પોરેટર મુકેશ રાદડિયા, દલસુખ જાગાણી સહિતના આગેવાનો ભેગા થયાં છે.


આ પણ વાંચો : મનસુખ વસાવાની કાર્યકરોને ચીમકી, પાર્ટીમાં જેને રહેવુ છે તે રહો, બાકીના જઈ શકે છે


તો બીજી તરફ, આગામી 19 મીના રોજ પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણીની પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રધાનમંત્રીના કાર્યક્રમની રૂપરેખા આપી હતી. વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકોટમાં મોદીનો મેગા શો થવાનો છે. આ મેગા શોથી સૌરાષ્ટ્રની 48 બેઠકો ઉપર જૂનાગઢ અને રાજકોટથી મોટો સંદેશ જશે. 



વૈશ્વિક નેતા પીએમ નરેન્દ્ર મોદી 19મીએ રાજકોટમાં પધારી રહ્યા છે. પીએમ મોદીનું 19મીએ રાજકોટવાસીઓ ભવ્ય સ્વાગત કરશે. સાથે જ પ્રધાનમંત્રીનો રોડ શો પણ યોજવામાં આવશે, જનસભામાં તેઓ લોકોને સંબોધન કરશે, આ સાથે જ 5 હજાર કરોડથી વધુના કામોનું લોકાર્પણ થશે. રાજકોટમાં રોડ શો દરમિયાન રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજશે. રોડ શો એરપોર્ટથી સભા સ્થળ સુધી, ગરબા, રાસ, સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. પીએમ મોદીની સભા અને રોડ શો માં 1.5 લાખથી વધુની જનમેદની ઉમટી પડે તેવી શક્યતા છે.