Gujarat Election 2022: ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની જીતમાં વિદેશી મીડિયાએ મોટા પ્રમાણમાં કવર કર્યું છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપે ગુજરાતમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે. ગુરુવારે સત્તાધારી ભાજપે ગુજરાતમાં 156 બેઠકો જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે જ ગુજરાતમાં ભાજપની આ સતત 7મી જીત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જીત 1960 પછી ગુજરાતની રચના પછી ગુજરાતમાં કોઈપણ પક્ષની સૌથી મોટી જીત છે. સિંગાપોરના સ્ટ્રેટ ટાઈમ્સ, નિકેઈ એશિયા, અલ જઝીરા, ઈન્ડિપેન્ડન્ટ એબીસી ન્યૂઝ જેવા મોટા વિદેશી મીડિયાએ ઉજવણીની તસવીરો સાથે ગુજરાતમાં ભાજપની જીતના સમાચાર પ્રકાશિત કર્યા છે. બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયનનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીને મોટો ટેકો આપ્યો છે. આ 2024ની સામાન્ય ચૂંટણીમાં ભાજપની ભારે લોકપ્રિયતાનો સંકેત છે.


જાપાનના નિકેઈ એશિયા અખબારે લખ્યું છે કે કેવી રીતે ભાજપ 1995 થી અત્યાર સુધી રાજ્યમાં એકપણ વિધાનસભા ચૂંટણી હારી નથી અને આ જીતનું બિરુદ રાજ્યમાં વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાને આપ્યું છે. અખબારે વધુમાં જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી મોદી રાજ્યમાં ઘણી લોકપ્રિય છે, જ્યાં તેમણે 2014માં પ્રધાનમંત્રી બન્યા પહેલા 13 વર્ષ મુખ્યમંત્રી તરીકે વિતાવ્યા."


ધ જાપાનીઝ ડેલી લખે છે કે પ્રધાનમંત્રી મોદીએ રાજ્યમાં ઘણી રેલીઓ કરી હતી અને ભાજપના પ્રચારમાં પોતાની તમામ તાકાત ઠલવી દીધી હતી. અખબારે વધુમાં જણાવ્યું કે, ઘણા ગુજરાતીઓ તેને લઈને ગૈરવ મહેસૂસ કરે છે કે કેવી રીતે ગુજરાતમાં જન્મેલા મોદી ભારતને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રતિનિધિત્વ કરે છે.


બ્રિટેનનું ધ ઈન્ડિપેન્ડેન્ટ લખે છે કે, ગુજરાતમાં ભાજપની આ સૌથી મોટી જીત, 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ માટે મોટો સહારો બનશે.


USAના વોશિંગ્ટન પોસ્ટે નોંધ્યું કે, મોંઘવારી અને બેરોજગારી હોવા છતાં પણ ભાજપે જીત મેળવી', 


યુકેના ધ ગાર્ડિયને નોંધ્યું કે, 'એક સમયની પ્રભાવશાળી પાર્ટી કોંગ્રેસનું પતન થઈ રહ્યું છે'.


પાકિસ્તાની અખબાર ડૉન ને લખ્યું કે, 'ચૂંટણી પરિણામમાં મોદી મેજિક કામ કર્યું'. 


અલજજીરાએ નોંધ્યું કે,  'હિંદુત્વ વધવાથી ભાજપે પોતાનો દબદબો યથાવત રાખ્યો'. 


જવાહર લાલ નેહરૂ યુનિવર્સિટીના પ્રોફેસર અજય ગુડાવર્થીએ અલ જજીરાને જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપની જીત હિન્દુ મતોનું વધુ ધ્રુવીકરણ દર્શાવે છે.


ગુરુવારે વડાપ્રધાન મોદીએ તેમના અંગત ટ્વિટર એકાઉન્ટ દ્વારા ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે તેઓ વિકાસની રાજનીતિને સમર્થન આપે છે.


ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બીજેપીની જીત બાદ પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને રાજ્યની જનતાને ધન્યવાદ પાઠવ્યા. તેમણે જણાવ્યું કે, અભૂતપૂર્વ ચૂંટણી પરિણામોને જોઈને હું અભિભૂત છું. લોકોએ વિકાસની રાજનીતિ કરનારને આશીર્વાદ આપ્યા અને સાથે ઈચ્છા વ્યક્ત કરી કે વિકાસના કામ અને તેજ ગતિથી ચાલતા રહે. હું ગુજરાતની જન શક્તિને નમન કરું છું. 


તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતના તમામ કાર્યકર્તાઓને હું કહેવા માંગું છું કે, તમે બધા ચેમ્પિયન છો. આ ઐતિહાસિક જીત અમારા કાર્યકર્તાઓની અસાધારણ મહેનત વગર સંભવ ના થાત, જે અમારી પાર્ટીની અસલી તાકાત છે.