અમદાવાદ: ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ઘટના દુઃખદ છે. અસરગ્રસ્તોની તાત્કાલિક યોગ્ય સારવાર માટે સરકારે સૂચના આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા પોલીસતંત્ર દ્વારા આ ઘટના સામે કડકમાં કડક કાર્યવાહી કરી રહ્યાં છે. કોંગ્રેસ સામે પ્રત્યાઘાત આપતા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં લઠ્ઠાકાંડની હારમાળાઓ સર્જાતી હતી પણ તેના પર એકશન લેવાતા ન હતાં. કોંગ્રેસના મંત્રીઓના બંગ્લાઓ ગુનેગારોના આશ્રય સ્થાનો બન્યાં હતાં. કોંગ્રેસના નેતાઓની ગાડીઓમાં ખતરનાક હથિયારો પકડાતાં હતાં. ગુજરાતમાં અનેક ગેંગો રાજકીય આશ્રયથી ફૂલીફાલી હતી. કોંગ્રેસ શાસનના આ ભયંકર ભુતકાળ ગુજરાતની જનતા ભુલી નથી. કોંગ્રેસે એક-બે ઘટનાનો પ્રચાર કરીને “ઉડતા પંજાબ” અને “ઝુમતા ગુજરાત”નો શબ્દ પ્રયોગ કરી ગુજરાતની જનતાની સંસ્કારીતા અને સમગ્ર યુવા જગતને બદનામ કરવાનો કુપ્રયાસ કર્યો છે તેને ભાજપ સખ્ત શબ્દોમાં વખોડે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાપાન 2020 સુધીમાં ગુજરાતમાં ૩ બિલીયન US ડોલર્સનું રોકાણ કરશે: વિજય રૂપાણી  


કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે મેઘા પાટકરના સમર્થનમાં ટ્વીટ કરીને નર્મદા અને ગુજરાત વિરોધી માનસિકતાનો પરીચય તેમની નિમણુંકના સમયે આપી દીધો હતો. હજૂ નર્મદા મુદ્દે તેમણે ગુજરાતની જનતાની માફી માંગી નથી. ત્યારે કોંગ્રેસનાં તમામ નેતાઓ ગુજરાતને “ઝુમતા ગુજરાત” કહીને બદનામ કરી રહ્યાં છે. ભલે તમે ભાજપ ઉપર જૂઠ્ઠા આક્ષેપો કરો. પરંતુ સંસ્કારી ગુજરાત, આગવું ગુજરાત અને જય જય ગરવી ગુજરાત માટે ઝુમતા ગુજરાત જેવો અપમાન જનક શબ્દ ભાજપ કે ગુજરાત કયારેય સાંખી નહીં લે એ કોંગ્રેસ યાદ રાખે.


મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્ધારા પોલીસતંત્ર કોઇપણની શેહ-શરમ રાખ્યા વગર ગુનેગારોને તડીપાર, પાસા સહિત વધુને વધુ સજા મળે તે રીતે કડકમાં કડક કાર્યવાહી કરી રહી છે. કોઈપણ ગુનાખોરી સામે ગુનેગારોને જાહેરમાં સરઘસ આકારે ફેરવીને શિક્ષાત્મક અને દાખલારૂપ પોલીસતંત્ર પગલાં ભરી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ પોલીસતંત્રની નૈતિકતાને બિરદાવવાને બદલે તેમની માત્ર સતત ટીકા કરીને હતાશ કરવાનો પ્રયાસ કરે છે અને ગુનેગારોની તરફેણમાં પ્રોત્સાહન આપવાનું કામ કરી રહી છે તે નિંદનીય છે.

'લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના પરિણામો દેશને અચંબામાં મૂકી દેશે'  


કોંગ્રેસના પ્રભારી અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓનાં નિવેદનોમાં કોંગ્રેસની હતાશા અને નેતૃત્વની નિષ્ફળતા છૂપાયેલી છે. કોંગ્રેસના “ટ્રેલર” સામે ગુજરાતની જનતાએ પીકચર બતાવી દીધું છે. જ્ઞાતિવાદ, વેરઝેર, અફવા, અપપ્રચાર, અરાજકતા ફેલાવવાના કોંગ્રેસના “ટ્રેલર” સામે 2017 વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતાએ 49.10 ટકા મતો સાથે સતત છઠ્ઠીવાર ભાજપને જીતાડીને “પીકચર” (પરિણામ) બતાવી દીધું છે. વિધાનસભાની ચુંટણી પછી પણ નગરપાલિકા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતની પેટાચુંટણીઓ હોય કે સરપંચોની ચુંટણીઓ હોય તેમાં પણ ભાજપને 75 ટકાથી 80 ટકા પરિણામ આપીને જનતાએ કોંગ્રેસને પીકચર બતાવી દીધું છે.

PM મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે, રાજકોટમાં કરશે પીવાના પાણીના પ્રોજેક્ટનું ઉદઘાટન  


હવે, કોંગ્રેસના નેતૃત્વ, નીતિ-રીતિ અને કાર્યપદ્ધતિ સામે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ જાહેરમાં નારાજગી વ્યકત કરી રહ્યાં છે. તેનાં કારણો તાજેતરમાં કોંગ્રેસે 5 જી.પં. અને 28 તા.પં. ગુમાવવાનો વારો આવ્યો છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ જ તેનાં નેતૃત્વને પીકચર બતાવી રહ્યાં છે ત્યારે કોંગ્રેસના નેતાઓએ બીજા ઉપર દોષ દેવાનું બંધ કરીને પોતાનું ઘર સંભાળવામાં ધ્યાન આપવું જોઈએ.


કોંગ્રેસ લોકસભાની ચુંટણીમાં પ્રદર્શનની વાત કરે છે. પરંતુ અત્યારે કોંગ્રેસનાં ધારાસભ્ય “મારી નાંખવાના” હિંસાત્મક નિવેદનો કરે છે. કોંગ્રેસના કેટલાંક ધારાસભ્યો વિધાનસભા ગૃહમાં ગાળાગાળી અને અને મારામારીના દૃશ્યો સર્જે છે. દૂધ ઢોળી દેવાની અને શાકભાજી ફેંકી દેવાની સાથે તોડફોડ અને હિંસાના કાર્યક્રમોનું પ્રદર્શન કરી રહી છે. કોંગ્રેસ આ પ્રકારના હિંસાત્મક અને વેરઝેરનું પ્રદર્શન છે. કોંગ્રેસની વેરઝેરની નકારાત્મક રાજનીતિ સામે ભાજપ હંમેશા લોકસેવા અને વિકાસની રાજનીતિ કરશે.