રાજ્યસભાના ઉમેદવારોની યાદીમાંથી રૂપાલા, માંડવિયા આઉટ, શું લોકસભા ચૂંટણી લડાવશે ભાજપ?
Rajya Sabha Candidates from Gujarat: ગુજરાતની રાજ્યસભાની જે બેઠકો ખાલી થઈ રહી છે તેના માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. રૂપાલા અને માંડવિયા રાજ્યસભામાંથી આઉટ થઈ ગયા છે.
ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક એકસાથે ખાલી પડી રહી છે. આ માટે ભાજપે આજે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા આ યાદીમાંથી આઉટ થઈ ગયા છે. હવે એમના માટે લોકસભા જ છેલ્લો વિકલ્પ છે. આજે જાહેર કરાયેલી યાદીમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગોવિંદભાઈ ઢોલકિયા, મયંકભાઈ નાયક, અને જશવંતસિંહ સલામસિંહ પરમારના નામ સામેલ છે.
જે ચાર બેઠકો ખાલી થઈ રહી છે તેમાં એપ્રિલમાં ભાજપના બે કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા અને 2 કોંગ્રેસના સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે. આ બેઠકો બાદ એપ્રિલ કે મે મહિનામાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. હાલ વિધાનસભામાં જે પ્રકારે ભાજપનું સંખ્યાબળ છે તે જોતા ચારેય બેઠકો ભાજપને ફાળે જાય તેમ છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube