ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાને મોડી રાત્રે આવ્યો હાર્ટ એટેક
ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાને કાલે મોડી રાત્રે હળવો હાર્ટ એટેક આવ્યો હતો. તેમને તાત્કાલિક એપેક્ષ હોસ્પિટલમાં ખસેડાતા તેમની એન્જોપ્લાસ્ટી કરવામાં આવી હતી. હાલ તેમની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે.
કિંજલ મિશ્રા/ગાંધીનગર : ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાને કાલે મોડી રાત્રે હળવો હાર્ટ એટેક આવ્યો હતો. તેમને તાત્કાલિક એપેક્ષ હોસ્પિટલમાં ખસેડાતા તેમની એન્જોપ્લાસ્ટી કરવામાં આવી હતી. હાલ તેમની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે.
ઝી ન્યૂઝના સંવાદદાતા કિંજલ મિશ્રા પાસેથી મળેલી માહિતી અનુસાર, ભરત પંડ્યાને રાત્રે 2.00 વાગ્યે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેમાં પહેલા તો તેમને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કર્યાં પછી બાદમાં ત્યાંથી તેમને તાત્કાલિક ડો. તેજસ પટેલની એપેક્ષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાર્ટ એટેકના કારણે સવારે 4.45 કલાકે ડો. તેજસ પટેલ દ્વારા એન્જોગ્રાફી પછી તરત જ એન્જોપ્લાસ્ટી કરવામાં આવી હતી. હાલ તેમને એક-બે દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. જોકે, તેમની હાલત સંપૂણઁ સ્વસ્થ છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજાને ગળાનું કેન્સર નીકળતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. ડોક્ટરોએ જણાવ્યું કે, ઓપરેશન બાદ હાલ તેમની તિબયત સારી હતી. તેમના ગળામાં જે કેન્સરગ્રસ્ત ભાગ હતો તેને દૂર કરી દેવાયું હતું.