કિંજલ મિશ્રા, અમદાવાદ: લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમા ભાજપ તથા કોંગેસ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે વખતે ભાજપે પોતાના ક્રાયકર્તાઓ સાથે જ લોકો સાથે સતત સંપર્ક મા રહેવા માટે કોલ સેન્ટરનો  ઉપયોગ કરવામાં આવશે. એક તરફ કોંગ્રેસ ભાજપથી સત્તા છીનવવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે બીજી તરફ ભાજપ પોતાની સત્તા બચાવવાના તમામ પ્રયાસો કરી રહી છે. ભાજપે આ વખતે પણ જીત મેળવવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. અને એક ડગલું આગળ વધીને ભાજપ કોલ સેન્ટર શરૂ કરવાનું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોલસેન્ટર દ્વારા જે તે મત વિસ્તારમા લોકો સાથે ફોનથી સંપર્ક કરવામાં આવશે. તેમજ તેમના વિસ્તારોમાં યોજનાઓ કાર્યરત છે કે નહી. સાથે જ તેમના વિસ્તારની સમસ્યા સાંભળવામા આવશે. ભાજપના કાર્યકર્તા પદાધિકારીઓ દ્વારા તેમના વિસ્તારમા સંપર્ક કરવામાં આવે છે કે નહી તે અંગે પણ જાણકારી લેવામા આવશે. તો પ્રજાનો મૂડ જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવશે અને તેનુ સીધુ રીપોર્ટીગ કમલમ તથા દિલ્હી ખાતે કરાશે. 


બૂથ જીત્યા, ચૂંટણી જીત્યા. પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના આ મંત્ર સાથે આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ કરી રહેલ ભાજપે લગભગ 33 કરોડ મતદાતાઓ સુધી સીધી રીતે પહોંચ બનાવવાની મહાયોજના તૈયાર કરી લીધી છે. તેના માટે પાર્ટી ટેક્નોલોજીકનો તો ઉપયોગ કરી રહી જ રહી છે સાથે જ પરંપરાગત સંપર્કની રીતો પણ અપનાવશે. પહેલા કોલ સેન્ટરની મદદથી મોદી સરકારની 115 લાભકારી યોજનાઓના 22.5 કરોડ લાભાર્થીઓ સાથે વાતચીત કરાશે અને પછી બૂથસ્તરના કાર્યકર્તા વ્યક્તિગત રીતે સંપર્ક કરશે.


લોકસભા ચૂંટણી માટે ભાજપની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે આ વખતે ચૂંટણીમાં સોશિયલ મીડિયાનો સહારો લેવામાં આવશે. કાર્યકર્તાઓ ફોન કરીને જનતાના મનની વાત જાણશે. 33 કરોડ મતદાતાઓ સુધી પહોચવા મહાયોજનાની શરૂઆત કરવામાં આવશે. કોલસેન્ટરનો ઉપયોગ કરી મતદાતાઓ સુધી સીધા પહોચશે. ભાજપ 200 કોલસેન્ટર ઊભા કરશે. દરેક કોલ સેન્ટરમાં 20-22 લોકોને તહેનાત કરાશે. 


કોલ સેન્ટરમાં 30,000 કર્મચારી રાખવામાં આવશે. ઘરે-ઘરે જઈને 22 કરોડ મતદાતાનો ફીડબેક લેશે. 115 લાભકારી યોજનાઓ પર લાભાર્થી સાથે વાતચીત કરશે. કોલ સેન્ટરનું સીધું નિરીક્ષણ પીએમઓ સ્તરે કરવામાં આવશે. 10 લાખ યુવા લાભાર્થી સમન્વયકોની યાદી તૈયાર કરવામાં આવશે. આ યોજના માટે ભાજપે યુવાઓને મહત્વ આપ્યું છે. 10 લાખ બૂથ પર 10 લાખ લાભાર્થી સમન્વયક તહેનાત કરશે.