રાજકોટના ધારાસભ્યોના ક્લાસ લેતી ભાજપ, આ રીતે સરવે કરીને નક્કી કરશે ઉમેદવાર
વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે ઉમેદવારોની પસંદગીની કવાયત શરૂ કરી છે. રાજકોટની ચાર વિધાનસભા બેઠકનો સર્વે પૂર્ણ થયો છે. ધારાસભ્યોના વિસ્તારમાં ભાજપે સર્વે કર્યો છે. આ માટે ખાનગી સર્વેની ટીમ ઉતારવામાં આવી છે. જેમાં ધારાસભ્યોને 1 થી 10 ગુણ આપવામાં આવશે. સર્વેની ટીમ MLA ના વિસ્તારમાં પાનના ગલ્લાવાળા, ધોબી, સલૂન અને ગૃહિણીઓને મળી છે. તેમને સવાલ કરીને પ્રતિભાવો જાણવામાં આવી રહ્યા છે. સર્વે થયા બાદ તેનો રિપોર્ટ દિલ્હી મોકલવામાં આવશે. આ રિપોર્ટના આધારે વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવામાં આવશે.
ગૌરવ દવે/રાજકોટ :વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે ઉમેદવારોની પસંદગીની કવાયત શરૂ કરી છે. રાજકોટની ચાર વિધાનસભા બેઠકનો સર્વે પૂર્ણ થયો છે. ધારાસભ્યોના વિસ્તારમાં ભાજપે સર્વે કર્યો છે. આ માટે ખાનગી સર્વેની ટીમ ઉતારવામાં આવી છે. જેમાં ધારાસભ્યોને 1 થી 10 ગુણ આપવામાં આવશે. સર્વેની ટીમ MLA ના વિસ્તારમાં પાનના ગલ્લાવાળા, ધોબી, સલૂન અને ગૃહિણીઓને મળી છે. તેમને સવાલ કરીને પ્રતિભાવો જાણવામાં આવી રહ્યા છે. સર્વે થયા બાદ તેનો રિપોર્ટ દિલ્હી મોકલવામાં આવશે. આ રિપોર્ટના આધારે વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવામાં આવશે.
ભાજપ પોતાના જ MLA નું કામ જોઈને દિલ્હી રિપોર્ટ કરશે
રાજકોટની ચાર વિધાનસભા બેઠકનો સર્વે પૂરો થયો છે. ભાજપે હાલ રાજકોટના ધારાસભ્યોના વિસ્તારના ક્લાસ લીધા હતા. ખાનગી સરવે ટીમ લોકો વચ્ચે ઉતારી હતી. જેમાં પરફોર્મન્સના આધારે ઉમેદવારોને 1થી 10 માર્ક અપાશે, આ સરવેના પરિણામ બાદ અનેકના પત્તા કપાશે. સરવેની ટીમ MLAના વિસ્તારમાં પાનના ગલ્લાવાળા, ધોબી, સલૂન અને ગૃહિણીઓને મળી રહી છે. આ વખતે ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસનો જ નહિ, પરંતુ આમ આદમી પાટી સાથે પણ મુકાબલો છે. જેથી ભાજપ માટે કપરા ચઢાણ છે. આવામાં ભાજપ પોતાના જ MLA નું કામ જોશે અને દિલ્હી રિપોર્ટ કરશે એ મુજબ સેન્સ લેવાશે.
આ પણ વાંચો : ખેડામાં એલિયનની રહસ્યમયી વસ્તુ પડવાનો સિલસિલો ચાલુ, વધુ એક ગોળો આકાશમાંથી પડ્યો
કેવી રીતે થઈ રહ્યો છે સરવે
રાજકોટમાં ચારેય બેઠક પર સરવે થઈ ગયો છે. એક ટીમમાં 20થી 25 વ્યક્તિ મૂકાયા છે, જેઓ પાનના ગલ્લાવાળા, ધોબી, સલૂન ચલાવનારા અને ગૃહિણીઓને સવાલ પૂછીને રિપોર્ટ બનાવી રહ્યાં છે. જોકે, સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આ સરવે ટીમમાં એકપણ ગુજરાતી નથી, આખી ટીમ હિન્દીમાં લોકોને સવાલો પૂછતી હતી. તમામ ધારાસભ્યોને તેમના પરફોર્મન્સના આધારે 1થી 10 માર્ક આપવામાં આવશે.
ભાજપને આપ અને કોંગ્રેસનો ડર
આ સરવે કરવા પાછળ મહત્વનુ કારણ આપ અને કોંગ્રેસનો ડર છે. જે રીતે બંને રાજકીય પક્ષો ગુજરાતમાં એક્ટીવ થયા છે તે જોતા ભાજપે પોતાના ઘોડા દોડાવવાના શરૂ કર્યાં છે.
આ પણ વાંચો : અંગત સંબંધોના વીડિયોથી સુરતની યુવતીને બ્લેકમેલ કરતો રાજસ્થાની ક્રિકેટર પકડાયો
ગઈકાલે રાજકોટના ઇતિહાસમાં પહેલીવાર મુખ્યમંત્રીએ મહાનગરપાલિકા કચેરીએ આવીને બેઠક કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મનપા અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે કોર્પોરેટરોને પ્રજા વચ્ચે રહેવા સૂચના આપી હતી. સાથે જ તમામ વિકાસ કાર્યો સમય મર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને પણ સૂચના આપી છે. રાજકોટ મનપાના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મુખ્યપ્રધાને બેઠક યોજી હોય તેવુ બન્યુ હતું. જેમાં તમામ કોર્પોરેટર હાજર રહ્યા હતા.