જસદણમાં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષનો સન્માન કાર્યક્રમ, મોટા ભાગનાં લોકો માસ્ક વગર, તમામ નિયમોનો ફજેતો
ગુજરાતમાં જાણે નેતાઓને કોરોના ગાઇડલાઇન વિશે કોઇ માહિતી જ ન હોય તેમ મોટા ભાગનાં કાર્યક્રમોમાં ગાઇડલાઇનનું સ્પષ્ટ રીતે ઉલ્લંઘન કરે છે. જનતાને માસ્ક નાકથી જરા નીચે હોય તો પણ 1000 કે 200 રૂપિયા ખંખેરી લેતું તંત્ર અહીં આંખ આડા કાન કરે છે. રાજકોટમાં ગાઇડલાઇન ભંગનો આવો જ એક કિસ્સો ફરી એકવાર સામે આવ્યો છે. ફરી એકવાર નેતાઓએ પોતાની બેશરમી પ્રદર્શીત કરતા કોરોના ગાઇડ લાઇનનું ઉલ્લંઘન કર્યું હતું.
રક્ષિત પંડ્યા/ રાજકોટ : ગુજરાતમાં જાણે નેતાઓને કોરોના ગાઇડલાઇન વિશે કોઇ માહિતી જ ન હોય તેમ મોટા ભાગનાં કાર્યક્રમોમાં ગાઇડલાઇનનું સ્પષ્ટ રીતે ઉલ્લંઘન કરે છે. જનતાને માસ્ક નાકથી જરા નીચે હોય તો પણ 1000 કે 200 રૂપિયા ખંખેરી લેતું તંત્ર અહીં આંખ આડા કાન કરે છે. રાજકોટમાં ગાઇડલાઇન ભંગનો આવો જ એક કિસ્સો ફરી એકવાર સામે આવ્યો છે. ફરી એકવાર નેતાઓએ પોતાની બેશરમી પ્રદર્શીત કરતા કોરોના ગાઇડ લાઇનનું ઉલ્લંઘન કર્યું હતું.
આઈફોનવાળી હીના વિશે કથાકાર જિગ્નેશદાદાએ પ્રવચનમાં પણ કર્યો ઉલ્લેખ
જસદણ ખાતે યોજાયો પ્રદેશ ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ ડો.ભરત બોધરાનો અભિવાદન સમારોહમાં તમામ નિયમો અને શરમને નેવે મુકીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. ભરત બોધરાના અભિવાદન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો થયા એકઠા થયા હતા. અહીં હાજર વ્યક્તિઓ પૈકી મોટા ભાગનાં લોકોએ માસ્ક પહેર્યું નહોતું. જનતા તો ઠીક સ્ટેજ પર રહેલા મોટા નેતાઓ પૈકી પણ અડધા લોકોએ માસ્ક પહેર્યા નહોતા. આ ઉપરાંત લોકો પણ સોશિયલ ડિસ્ટન્સિંગ ભુલ્યા હતા.
મગરના માથા પર હાથ ફેરવીને વાતો કરી, વાયરલ થયો જાંબાજ કાકાનો Video
ડો. ભરત બોધરાનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે ત્યારે દુરથી નમસ્તે કરવાનાં બદલે તમામ લોકોએ એક બીજા સાથે હાથ મિલાવ્યા હતા અથવા તો ગળે મળ્યા હતા. આટલું ઓછું હોય તેમ અડધા લોકોએ તો માસ્ક પણ પહેર્યા નહોતા. આવા તાયફાઓ જોઇએ ત્યારે સામાન્ય જનતા તરીકે સવાલ થાય છે કે શું નેતાઓને નથી થતો કોરોના? શુ નેતાઓને નિયમો લાગુ નથી પડતા? સામાન્ય નાગરિકો સામે ડંડા પછાડતી પોલીસ આવા કાર્યક્રમમાં શા માટે બંદોબસ્તમાં ગોઠવાઇ જાય છે અથવા તો કોઇ નાનકડા કાર્યક્રમનાં માથે સમગ્ર મુદ્દો ઢોળી દઇને ભીનુ સંકેલી લે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે યોજાયેલ સરપંચ સંવાદ કાર્યક્રમમાં ઓન નિયમોના ઉડ્યા હતા ધજાગરા અને પછી નેતાઓ થયા છે કોરોના સંક્રમિત થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube