રાજકોટઃ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ પ્રચાર દરમિયાન કાઠિયાવાડી ભાષામાં મારેલા એક ટોણાને લઈને ગુજરાતમાં નવું રાજકીય ઘમાસાણ મચી ગયું છે. પરેશ ધાનાણીએ પટેલો અને દરબારોને હરખપદુડા કહેતા ભાજપને માઠું લાગી ગયું છે.  જી હાં, ભાજપના સિનિયર નેતાઓએ પરેશ ધાનાણીના નિવેદનને ક્ષત્રિયો વિરુદ્ધનું ગણાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરેશ ધાનાણીનું આ નિવેદન વિવાદિત છેકે, નહીં તે તો પછીનો વિષય છે પરંતુ, લોકસભાની ચૂંટણી માટે ભાજપે આ નિવેદનને હથિયાર જરૂરથી બનાવી લીધું છે. સૌથી પહેલાં તમે પરેશ ધાનાણીનું આખું નિવેદન સાંભળો અને તેમના કહેવાના અર્થ શું હતો તે સમજો.. 


પરેશ ધાનાણીનું આ નિવેદન હતું બંને સમાજો પર કટાક્ષનું પરંતુ, આ નિવેદનને અપમાનમાં બદલવાનું કામ ભાજપના નેતાઓએ કર્યું. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલથી લઈને સિનિયર નેતાઓએ પરેશ ધાનાણીના નિવેદનને અયોગ્ય ગણાવીને તેમના પર પ્રહાર કર્યા. પરેશ ધાનાણીના બચાવમાં કોંગ્રેસ નેતા લલિત કગથરાએ મોરચો સંભાળ્યો, લલિત કગથરાએ તો સી આર પાટીલને જ હરખપદુડા કહ્યા અને જણાવ્યું કે, સી.આર. પાટીલને સૌરાષ્ટ્ર તળપદા શબ્દનો અર્થ શું થાય છે એ જ ખ્યાલ નથી.


આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના 45 ઉમેદવાર કરોડપતિ, આ મહિલા નેતા પાસે છે સૌથી વધુ સંપત્તિ


બીજી તરફ રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પ્રચારમાં વ્યસ્ત છે. રાજકોટમાં પરેશ ધાનાણીએ ગામડાઓમાં પ્રચાર કરવા માટે ગોવાળિયાનો વેશ ધારણ કરીને પહોંચે છે અને પોતાને ગોવાળિયો ગણાવે છો તો બીજી તરફ ભાજપ પર પ્રહાર કરતા કહે છે કે, ભાજપનો આખો ઘાણવો જ દાઝી ગયેલો છે.


રાજકોટમાં પરેશ ધાનાણીનો પ્રચાર પ્રસાર જોર શોરથી ચાલી રહ્યો છ.. એવામાં આગામી દિવસોમાં પરેશ ધાનાણી માટે પ્રચાર કરવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ રાજકોટ આવનાર છે. ત્રીજી મેના રોજ મલ્લિકાર્જુન ખડગે પરેશ ધાનાણી માટે સભા સંબોધશે. મલ્લિકાર્જુન ખડગેની જનસભામાં ક્ષત્રિય આગેવાનોને પણ આમંત્રણ આપવામાં આવશે.