ગાંધીનગરઃ ચૂંટણીને લઇને ભાજપ આજે ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. ત્યારે અલ્પેશ ઠાકોરને લઈને રાજકારણમાં ચર્ચાઓ વહેતી થઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપના નેતા અલ્પેશ ઠાકોર રાધનપુરથી નહી પરંતુ ગાંધીનગર દક્ષિણથી ચૂંટણી લડશે. બીજી બાજુ જે ઉમેદવારને ટીકીટ મળી શકે છે તેવા ઉમેદવારોને મોડી રાત્રે દિલ્હીથી ફોન કરીને સૂચનાઓ આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે ઝી 24 કલાક સાથે વાતચીત કરી હતી. અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, ટીકીટ મળવા બદલ ભાજપના નેતૃત્વનો આભાર વ્યક્ત કરું છું. જો કે કઈ બેઠકથી ટીકીટ મળી રહી છે, એ અંગે અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા કરી નહોતી. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં અલ્પેશે કહ્યું કે, પક્ષ જ્યાંથી પણ ટીકીટ આપે, પક્ષને જીતાડીશ. ભાજપ કેડર બેઝ પાર્ટી છે. જે પણ સિનિયર નેતાઓએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે એમણે યુવાનો માટે જગ્યા કરી છે. ભાજપના તમામ કાર્યકર શિસ્તબધ્ધ રીતે પાર્ટી માટે કામ કરે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube