ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે કહ્યું કે પાર્ટી 2023ની વિધાનસભા ચૂંટણીમાં એકલા હાથે લડશે, પાર્ટીના કાર્યકરોને વિનંતી કરી કે તે કર્ણાટકમાં બે તૃતીયાંશ બહુમતી સાથે સરકાર બનાવે. તેમણે લોકોને આગ્રહ કર્યો કે તેઓ નક્કી કરે કે તેઓ દેશભક્તોની પાર્ટી સાથે ઉભા છે કે કોંગ્રેસની આગેવાની હેઠળની "ટુકડે ટુકડે ગેંગ" સાથે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે સ્પષ્ટ પૂછ્યું કે "સ્પષ્ટપણે બે પક્ષો છે અને આ વખતે સીધી લડાઈ છે. પત્રકારો કહે છે કે આ ત્રિકોણીય લડાઈ છે.  મેં કહ્યું ના, તે સીધી લડાઈ છે, કારણ કે JD(S) ને મત આપવાનો અર્થ કોંગ્રેસને મત આપવો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી હતી કે કર્ણાટકમાં ભાજપ એકલા હાથે ચૂંટણી લડશે. 2023 માં યોજાનારી રાજ્ય  વિધાનસભાની ચૂંટણીને લઈને, તેમણે લોકોને કર્ણાટકમાં 'અધૂરી સરકાર' ન બનાવવા, બે તૃતીયાંશ બહુમતી સાથે સરકાર બનાવવાની અપીલ કરી. 


ભાજપ પોતાના દમ પર ચૂંટણી લડશે અને કર્ણાટકમાં પોતાના દમ પર સરકાર બનાવશે. તેમણે ચૂંટણી પહેલાં જ કેબિનેટનું વિસ્તરણ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં ભાજપે 156 સીટો જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે. અહીં પણ અમિત શાહના હાથમાં દોરી સંચાર હતો. હવે શાહે કર્ણાટક ચૂંટણી પહેલાં જ કર્ણાટકમાં ભાજપથી નારાજ થયેલા કે.એસ.ઈશ્વરપ્પા અને રમેશ જારકીહોલી જેવા અસંતુષ્ટ ધારાસભ્યોને પાછા કેબિનેટમાં સામેલ કરવામા માટે મંત્રીમંડળનું વિસ્તરણ કરવાનો નિર્ણય લીધો છે. બેંગલુરુમાં શાહે કહ્યું કે કોંગ્રેસ માટે સત્તા મેળવવી એ ભ્રષ્ટાચાર કરવાનો એક માર્ગ છે, પરંતુ અમારા માટે તે લોકોનું જીવન સુધારવાનું છે. સાત રાજ્યોની તાજેતરની ચૂંટણીમાં પાંચ રાજ્યોમાં ભાજપનો વિજય થયો હતો અને છ રાજ્યોમાં કોંગ્રેસનો સફાયો થયો હતો.


આ પણ વાંચો:


યુવાઓ માટે સારા સમાચાર! ગુજરાત પોલીસ ભરતી 2023ને લઈને મોટા સમાચાર


કુદરતની કરામત કહો કે ગ્લોબલ વોર્મિગ! કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય


છોટાઉદેપુરના આ યુવકને દિલથી સલામ! ખેતી કરવા અનોખો સસ્તો રસ્તો શોધ્યો!


ઉચ્ચ શિક્ષણ મંત્રી ડો.સી.એન. અશ્વથ નારાયણે ખુલ્લેઆમ જાહેરાત કરી હતી કે અમિત શાહની મુલાકાત દક્ષિણ કર્ણાટક ક્ષેત્રમાં રણનીતિ બનાવવા અને વોટ બેંકને મજબૂત કરવા માટે છે. આ અંગે પૂર્વ સીએમ અને જેડી(એસ)ના નેતા એચ.ડી. કુમારસ્વામીએ જવાબ આપ્યો કે માંડ્યા જિલ્લો કોઈની જાગીર નથી. ગરીબ લોકો તેમના ભવિષ્ય માટે મારી પાસે આવતા. અમિત શાહ 30 અને 31 ડિસેમ્બરના રોજ માંડ્યા, બેંગલુરુ શહેરી જિલ્લાઓમાં આયોજિત અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો છે. 


તેમણે કહ્યું કે જેડી(એસ) સાથે જોડાયેલા લોકો અફવા ફેલાવી રહ્યા છે કે ભાજપ તેમની સાથે ગઠબંધન કરશે. હું કર્ણાટકને સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ભાજપ એકલા હાથે ચૂંટણી લડશે અને રાજ્યમાં સરકાર પણ બનાવશે. અમિત શાહે કર્ણાટકમાં બહુમતિ વાળી સરકાર બનાવવા માટે બુથ લેવલના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. 


આ પણ વાંચો:


ગુજરાતમાં મહિલાઓ નથી સલામત, દર મહિને 45 મહિલાઓ પર બળાત્કાર


કેરીના રસિકો માટે ખુશખબર : આફૂસ અને કેસર ભરપૂર આવશે, ડિસેમ્બરે આપ્યા આ સંકેત


ગુજરાત કેબિનેટમાં ધો. 6થી 8 વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત,આ યોજના મજૂરોનું પેટ ઠારશે


અમિત શાહે કહ્યું કે ITBPએ મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓમાં ખૂબ સારું કાર્ય કરી રહ્યુ છે. તેથી જ હું અરુણાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તર ભારતના રાજ્યોમાં ગયો હતો જ્યાં ભારતના લોકો તેમને હિમવીર કહે છે. આ ઉપનામ તેમના દ્વારા આપવામાં આવ્યુ છે. હું સંમત છું કે જનતાએ સૈનિકને પદ્મશ્રી, પદ્મ વિભૂષણ કરતાં પણ મોટું સન્માન આપ્યું છે. આ એક મહાન સિદ્ધિ છે કારણ કે તે સરકારી ઉપનામ નથી. 


ભારત-ચીન સરહદને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારતની એક ઈંચ જમીન પર કોઈ કબજો કરી શકે નહીં. બેંગલુરુમાં ITBPના એક કાર્યક્રમને સંબોધતા ગૃહમંત્રીએ કહ્યું કે હું ભારત-ચીન સરહદની ચિંતા કરતો નથી કારણ કે મને ખબર છે કે ITBPના જવાનો ત્યાં પેટ્રોલિંગ કરી રહ્યા છે.