Loksabha Election 2024 :  રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજ નારાજ થયો છે. અને એવો નારાજ થયો છે કે, સમુદાય રસ્તા પર આંદોલન કરવા ઉતરી આવ્યો છે. ક્ષત્રિય સમાજ રૂપાલાની માફી પર જરા પણ નમતું જોખવા તૈયાર નથી. તેમનું કહેવુ છે કે, જો રૂપાલાની ઉમદેવારી પરત નહિ લેવાય તો સમુદાય રાજકોટ સીટ માટે 400 ઉમેદવાર ઉભા કરશે. આ સાથે જ ક્ષત્રિયોએ ભાજપ વિરોધી વોટ કરવા આહવાન કર્યું છે. જોકે, હાલ ભાજપ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવાના મૂડમાં નથી. કારણ કે, ક્ષત્રિયોને મનાવવા માટે ભાજપ પાટીદારોને નારાજ કરવાનું રિસ્ક નહિ લે. કારણ કે, ગુજરાતમાં પાટીદારોને નારાજ કરવાનું રિસ્ક મોટું છે. તેના અનેક કારણો છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપને આંદોલનનો ડર નથી
ભાજપને હાલ ક્ષત્રિય આંદોલનનો ગુજરાતમાં નડવાનો કોઈ ડર નથી. કારણ કે, ગુજરાતમાં ક્ષત્રિયોની વોટબેંક એટલી અસર નહિ કરે. તેની સામે રૂપાલાને ઉમેદવાર યથાવત રાખીને ભાજપ પાટીદાર વોટબેંકને રાજી રાખવાનો પ્રયાસ કરશે. કારણ કે, ગુજરાતમાં પાટીદાર વોટબેંક મોટી છે. આ જ કારણ છે કે, ભાજપને ક્ષત્રિય આંદોલનનો કોઈ ડર નથી. પરંતું જો આ આંદોલનનો ભડકો અન્ય રાજ્યો સુધી પ્રસરે તો સો ટકા ભાજપ માટે મોટું નુકસાન છે. જો રાજપૂતોનું આંદોલન બોર્ડર પાર ગયુ તો ચાર રાજ્યોમાં સળગી શકે છે.


આ રાજ્યોમાં રાજપૂત વોટબેંક મોટી


રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણામાં રાજપૂત વોટબેંક મોટી છે, જેની અસર લોકસભા ચૂંટણીમાં થઈ શકે છે. આ રાજ્યોમાં ભાજપની સરકાર છે. પરંતું અહી રાજપૂતો પોતાનો મત બદલે તો વોટ પર અસર પડે. આ જ કારણ છે કે, થોડા સમય પહેલા રૂપાલા અડધી રાતે ચાર્ટર્ડ પ્લેન લઈને અચાનક જયપુર ગયા હતા. જ્યા તેઓ દીયાકુમાર રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી છે, તેમજ જયપુરના રાજધરાનાના છે. રાજસ્થાનના રાજપૂતોને મનાવવામાં દીયા કુમારીએ મોટો રોલ ભજવ્યો હોય તેવું ચર્ચાયું હતું.


મોટા સમાચાર :વિજય મુહૂર્ત નીકળી ગયું, હવે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે પાટીલ


ભૂતકાળ પાટીદાર વર્સિસ રાજપૂત રહ્યો છે
રૂપાલા કડવા પાટીદાર છે. આ સમુદાયનું સૌરાષ્ટ્રમાં ક્ષત્રિયોની સાથે પહેલાથી ખટગારભર્યો ઈતિહાસ રહ્યો છે. જે 80 ના દાયકામાં કોંગ્રેસની રાજનીતિ સાથે જોડાયેલો છે. દિવંગત કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ રાજ્યમાં KHAM  (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ) સમીકરણ તૈયાર કર્યુ હતું. જેણે પાટીદારોને સત્તાની બહાર ફેંક્યા હતા. જેનાથી બંને સમુદાય એકબીજાની વિરુદ્ધ આવી ગયા હતા. ભૂતકાળમાં, બંને પક્ષના સમુદાયના લોકોની હત્યાઓએ તેમના વચ્ચેની દુશ્મનાવટ પેદા કરી હતી, અને કડવાશના બીજમાં પાણી રેડ્યુ હતું. ભાજપ તરફથીવ્યાપક હિન્દુ ઓળખને પ્રોત્સાહન આપવાથી આ કડવાશ થોડા અંશે દૂર તો થઈ, પરંતુ પૂરી રીતે ખતમ ન થઈ. ભાજપ આ માટે મહેનત કરી રહ્યુ છે કે, જૂની કડવાટ ફરી પેદા ન થાય અને હાલના વિવાદને કારણે તેને ચૂંટણીમાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે.  


રાજકારણનું જૂનું વેર બન્યું ઝેર, આ છે રુપાલા-ક્ષત્રિયોના સળગતા મુદ્દાનું અસલી કારણ


ભાજપને કેટલું નુકસાન પહોંચાડશે ક્ષત્રિય
ભાજપે આ વાત પર જોર આપ્યુ છે કે, રૂપાલા ને હટાવવામાં નહિ આવે. કેન્દ્રીય મંત્રી જેવા દિગ્ગજ નેતાની ટિકિટ પરત ખેંચવાથી પાર્ટીને નુકસાન થશે. આ નુકસાનને પાર્ટી કોઈ પણ કિંમતે બચાવવા માંગે છે. તેનાથી ગુજરાતમાં 14 થી 16 ટકા પાટીદાર મતદાર નારાજ થઈ શકે છે. જેની અસર રાજ્યની સાત લોકસભા સીટ પર પડશે. તેનાથી વિપરીત ક્ષત્રિય વોટ 5-6 ટકા છે અને 26 સીટમાંથી કોઈ પણ નિર્ણાયક પ્રભાવ પાડી શક્તા નથી. ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે, અને રૂપાલાના વધતા વિવાદને વચ્ચે ભાજપનો ચૂંટણી પ્રચાર ચાલુ છે. 


કચ્છમાં લોરેન્સ બિશ્નોઈના સ્લીપર સેલ! ગેંગસ્ટરના છેડા કચ્છમાં અડતા પોલીસ પણ ચોંકી