ગાંધીનગર: બીજેપીએ બુધવારે એ વિશ્વાસ દેખાડ્યો તે તે આ વર્ષે યોજાવનારી લોકસભાની ચૂંટણીમાં રાજ્યની તમામ 26 બેઠકો પર જીત મેળશે. તમણે 2014માં આ કામ કરીને દેખાડ્યું હતું. ગુજરાતમાં ભાજપના ચૂંટણી અધિકારી ઓમપ્રકાશ માથૂરે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહના હોમ ગ્રાઉન્ડ ગુજરાતમાં આ પ્રકારની ઉપલબ્ધિને ફરી હાંસલ કરવા માટે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીદી છે. તેમણે કહ્યું કે, ‘ભાજપ દરેક ચૂંટણીને એક પડકારના રૂપમાં માનીને તૈયારી કરી રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માથુરે અહિં સંવાદદાતાઓ સાથે વાત કરતા કહ્યું કે, અમે ગુજરાતમાં તમામ સીટો પર જીત મેળવીશું. આ સમયે પણ અમે પૂરી રીતે તૈયાર છીએ કે ભાજપ લોકસભાની તમામ 26 સીટો પર જીત મેળવશે. તેમણે કહ્યું કે ભાજપે ગુજરાતમાં 2014 લોકસભાની ચૂંટણી જીત્યા બાદથી 2019ની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી હતી.


દેહ વ્યાપાર કરતી મહિલાઓ માટે મોરારિ બાપુએ કરી હતી કથા, એકઠુ થયું કરોડોનું ફંડ


ભાજપના ઉપાધ્યક્ષે કહ્યું કે અમે 50 હજાર મતદાન કેન્દ્રોને વિસ્તારમાં ભાગ પાડીના મતદારોનો સંપર્ક શરૂ કરી દીધો હતો. મથુરે કહ્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતમાં ભાજપ પ્રશાસન દ્વારા મોદી સરકારના વિકાસ કાર્યોની ઉપલબ્ધિઓને ઉજાગર કરવામાં આવી હતી. ગત મહીને ગુજરાતમાં ભાજપના ચૂંટણી પ્રભારી બનાવ્યા બાદ માથુર પહેલી વાર રાજ્યમાં આવ્યા હતા.