અમરેલી: કોંગ્રેસનો ગઢ ગણાતા અમરેલી જીલ્લામાં આજે ફરી એકવાર કોંગ્રેસને પોતાના જ જૂથવાદના કારણે હાર સહન કરવી પડી છે. અમરેલી નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે કોંગ્રેસ પક્ષ તરફથી બાલુબેન પરમાર અને સંદીપ ધાનાણીના નામનો મેન્ડેટ આપવામાં આવ્યો હતો પરંતુ કોંગ્રેસના જ એક બળવાખોર જુથે પાર્ટીના આદેશનો અનાદર કરી બળવાખોર જૂથના જયંતી રાણવા અને શકીલ સૈયદને પ્રમુખ ઉપપ્રમુખ પદ પર બેસાડતા કોંગ્રેસમાં સોપો પડી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજી તરફ સાવરકુંડલા પાલિકામાં પણ કોંગ્રેસ પાસેથી ભાજપે શાસન છીનવી લીધું છે. કોંગ્રેસના ૪ સભ્યો ભાજપમાં ભળી જતા સતા ભાજપે કબજે કરી છે. આવી જ હાલત બગસરામાં પણ જોવા મળી અને કોંગ્રેસને અહી પણ સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે.ત્યારે આજે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પંકજભાઈ કાનાબારે રાજીનામુ આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે યુવા કાર્યકરોને મોકો મળે તે માટે તેમણે રાજીનામું આપ્યું છે.

નવા મેયર બિજલબેન પટેલે હોદ્દો સંભાળ્યો, ભાજપે લોકસભાની ચૂંટણીનું ગણિત સાચવી લીધું


અઢી વર્ષ પહેલાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે અમરેલી, સાવરકુંડલા અને બગસરા ત્રણે નગરપાલિકાઓમાં સત્તા હાંસલ કરી હતી પરંતુ ગુરૂવારે ત્રણેય તેના હાથમાંથી નિકળી ગઇ. ધાનાણી અને એક અન્ય સ્થાનિક કોંગ્રેસ ધારાસભ્ય પ્રદીપ દુધાતની તનતોડ મહેનત છતાં કોંગ્રેસને ત્રણેય જગ્યાએ પોતાના જ જૂથવાદના કારણે હાર સહન કરવી પડી છે. 44 સભ્યોવાળી અમરેલી નગરપાલિકામાં શરૂઆતમાં કોંગ્રેસે 33, ભાજપે છ અને ત્રણ અપક્ષ ઉમેદવારોની જીત થઇ હતી. 


ગુરૂવારે ચૂંટણીમાં કોંગ્રેસના જ એક બળવાખોર જુથે પાર્ટીના આદેશનો અનાદર કરી બળવાખોર જૂથના જયંતી રાણવા અને શકીલ સૈયદને પ્રમુખ ઉપપ્રમુખ પદ પર બેસાડતા કોંગ્રેસમાં સોપો પડી ગયો છે. 36 સભ્યોવાળી સાવરકુંડલા નગરપાલિકામાં કોંગ્રેસની 20 અને ભાજપની ફક્ત 16 સીટો હતી પરંતુ આ વખતે કોંગ્રેસના ચાર બળવાખોર સભ્યોની મદદથી ભાજપે ઉપ પ્રમુખ પદ પર પોતાના ઉમેદવાર ભાવેશ હિંગૂને વિજેતા બનાવ્યા હતા.

બીજલ પટેલ બન્યા અમદાવાદના 34મા મેયર, જુઓ અન્ય પરિણામ


અધ્યક્ષ પદ પર ભાજપની મદદથી આ બળવાખોરમાંથી એક વિપુલ ઉનાવાની જીત થઇ હતી. 28 સભ્યોવાળી બગસર નગરપાલિકામાં 14 સીટો જીતવા છતાં સત્તામાં આવી શકી આ વખતે ભાજપે બાજી મારી લીધી. કોંગ્રેસના 13માંથી એક સભ્ય ગેરહાજર રહેવાના લીધે ભાજપના પ્રમુખ અને ઉપ પ્રમુખ પદના ઉમેદવાર ક્રમશ ચંપાબેન બાડિયા અને નીતિશ ડોડિયા જીતી ગયા હતા.