Bhavnagar: ભાજપે ભગવો લહેરાવી સર્જ્યો ઇતિહાસ, 2010નો તોડ્યો રેકોર્ડ, જાણો વોર્ડ મુજબ પરિણામ
આ 52 બેઠકો પર 211 ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું. આ ચૂંટણીમાં કુલ 49.46 ટકા મતદાન થયુ હતું. જેમાં 44 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે, જ્યારે 8 બેઠકો કોંગ્રેસના ખાતામાં આવી છે.
ભાવનગર: ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (Bhavnagar Municipal Corporation) સહિત રાજ્યની છ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતગણતરીની પ્રક્રિયા આજે મંગળવારે હાથ ધરવામાં આવી હતી. આ પૈકી ભાવનગર (Bhavnagar) માં કુલ 13 વોર્ડમાં 52 બેઠકો (Seat) પર ચૂંટણી યોજાઇ હતી, જેના પરિણામો સામે આવી ગયા છે.
આ 52 બેઠકો પર 211 ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું. આ ચૂંટણીમાં કુલ 49.46 ટકા મતદાન થયુ હતું. જેમાં 44 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે, જ્યારે 8 બેઠકો કોંગ્રેસના ખાતામાં આવી છે. જોકે ભાવનગરમાં સ્થાનિક જાતિગત સમીકરણોને લઇને ભાજપ માટે ગત ચુંટણી જેટલી બેઠકો આ ચુંટણીમાં જાળવી રાખવી એક મોટો પડકાર હતો.
ભરી સભામાં ભાજપના મંત્રીની જીભ લપસી, કરી દીધી કોંગ્રેસને મત આપવાની અપીલ
ભાવનગર (Bhavnagar) માં ભાજપે (BJP) છેલ્લા 25 વર્ષમા આ વખતે ઇતિહાસ સર્જ્યો છે. 2010 માં સૌથી વધુ 41 બેઠકો મળી હતી આ વખતે રેકોર્ડ બ્રેક 44 બેઠક મેળવી છે. ભાવનગર મનપામાં કોંગ્રેસને 8 બેઠકો મળી છે.
2021 ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ પ્રમાણે પરિણામો
વોર્ડ નંબર | ભાજપ | કોંગ્રેસ |
1 | 3 | 1 |
2 | 4 | |
3 | 4 | |
4 | 4 | |
5 | 0 | 4 |
6 | 4 | |
7 | 4 | |
8 | 4 | |
9 | 1 | 3 |
10 | 4 | |
11 | 4 | |
12 | 4 | |
13 | 4 |
2015માં ભાવનગરની કેવી હતી સ્થિતિ
ગુજરાતમાં ભાજપ (BJP) માટે અમદાવાદ (Ahmedabad), સુરત (Surat), વડોદરા, (Vadodara) રાજકોટ (Rajkot) બાદ ભાવનગર (Bhavnagar) મનપા પણ ખૂબ મહત્વ ધરાવે છે. ભાવનગર (Bhavnagar) મહાનગરપાલિકામાં કુલ વોર્ડ 13 છે જેમાં 52 બેઠકોનો સમાવેશ થાય છે. ભાવનગરમાં વર્ષ 2015ની ચુંટણી પરિણામોની વાત કરવામાં આવે તો ચૂંટણીઓમાં ભાજપે 34 બેઠકો પર અને કોંગ્રેસ 18 બેઠકો પર વિજય મેળવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube