અમદાવાદ: ગુજરાતમાં સત્તારૂઢ ભાજપે વિભિન્ન નગરપાલિકાઓ અને પંચાયતોની 46 સીટો માટે યોજાયેલી પેટાચૂંટણીમાં 24 સીટો જીતી છે જ્યારે કોંગ્રેસે 19 સીટો પર વિજય મેળવ્યો છે. આ ચૂંટણીના પરિણામો મંગળવારે જાહેર કરવામાં આવ્યા હતા. વિભિન્ન નગરપાલિકા અને જિલ્લા તથા તાલુકા પંચાયતની સીટો માટે પેટાચૂંટણી સાત ઓક્ટોબરે યોજાઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલના પ્રતિનિધિઓના નિધન અથવા રાજીનામાના લીધે સીટો ખાલી થઇ હતી. આ પેટાચૂંટણીમાં આઠ નગરપાલિકાની 11 સીટો, મહેસાણા અને ખેડા જિલ્લા પંચાયતની બે સીટો અને 33 તાલુકા પંચાયતોની 33 સીટો માટે પેટાચૂંટણી યોજાઇ હતી. રાજ્યના ચૂંટણી કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલ વિજ્ઞપ્તિ અનુસાર નગરપાકિકાની 11માંથી 5 સીટો ભાજપે અને ત્રણ સીટો કોંગ્રેસે જીતી છે જ્યારે અન્ય 3 સીટો પર અપક્ષોએ બાજી મારી છે. 


મહેસાણા અને ખેડા જિલ્લાની પંચાયતની બંને સીટો પર કોંગ્રેસના ઉમેદવારોએ બાજી હતી. ભાજપે 33 તાલુકા પંચાયતોમા6થી 19 સીટો પર જીત હાંસલ કરી હતી જ્યારે કોંગ્રેસે 14 સીટો પર વિજય પ્રાપ્ત કર્યો હતો. 


સાબરકાંઠાના હિંમતનગરમાં નગરપાલિકાની વોર્ડ 4ની પેટા ચૂંટણીમાં 983 મતથી ભાજપના ઉમેદવાર નટુભાઇ ઓઝાનો ભવ્ય વિજય થયો. તો કચ્છના નખત્રાણા તાલુકા પંચાયત વોર્ડ 3ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના દેવીલાબહેનનો 303 મતે વિજય થયો. ત્યારે ખેડા રાણીયાની જિલ્લા પંચાયતની કોંગ્રેસ ઉમેદવાર ગોપાલસિંહ રાઠોડની જીત થઈ હતી. તાપીની વ્યારા નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં 4 બેઠક પર ભાજપ અને એક બેઠક પર કોંગ્રેસની જીત તો આ તરફ અમરેલીની 3 બેઠક પર ભાજપ અને 3 બેઠક પર કોંગ્રેસની જીત અને વડોદરાના વાઘોડિયા અને કામરોલ સીટ પર ભાજપનો વિજય થયો છે.


વડોદરાના ડભોઇ નગરપાલિકાના વોર્ડ નં. 8ની પેટા ચૂંટણીમાં  48 મતે કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકાબેન સોલંકીનો વિજય થતા કોંગ્રેસ પાર્ટી અને તેમના સમર્થકોમાં ખુશીની લહેર વ્યાપી ગઇ હતી. કોંગ્રેસનો વિજય થતાં કાર્યકર્તાઓ દ્વારા ઊજવણી કરવામાં આવી હતી.


સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની યોજાયેલી પેટા ચુંટણીમાં જોઈએ તો ગત તા. ૦૭મી, ઓકટોબરના રોજ વ્યારા નગરપાલિકાની પાંચ બેઠકો માટેની મતદાન કરવામાં આવ્યું હતું. જેની મંગળવારના રોજ યોજાયેલી મતગણતરીમાં પાંચ પૈકી ચાર બેઠકો ભાજપ અને માત્ર એક બેઠક કોંગ્રેસને ફાળે ગઇ હતી. વ્યારા નગરપાલિકામાં બે વોર્ડની પાંચ બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો જો કે આજે મત ગણતરી બાદ ભાજપને ૪ અને કોંગ્રેસને ૧ બેઠકો મળતા પાલિકા પર ભાજપનો ભગવો યથાવત રહ્યો છે.


કચ્છના નખત્રાણા તાલુકા પંચાયત વોર્ડ 3ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના દેવીલાબહેનનો 303 મતે વિજય થયો હતો. દેવીલાબહેને સવિતાબહેન બડીયાને હરાવી પેટા ચૂંટણી જીત્યા હતા. પોરબંદરમાં કુતિયાણા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. તાલુકા પંચાયતની બે સીટો માટે મતદાન થયુ હતું. બન્ને સીટો પર ભાજપનો વિજય થયો હતો. ઈશ્વરીયા અને પસવારી સીટ પર ભાજપનો વિજય થયો હતો. ઈશ્વરીયા બેઠક પરથી દક્ષા વાછણીનો 228 મતે વિજય થયો હતો. પસવારી બેઠક પરથી જગુ ભાટુનો 34 મતે વિજય થયો હતો.