કોંગ્રેસે અમદાવાદ જિલ્લા પંચાયત ગુમાવી, બળવાખોરોની મદદથી ભાજપ સત્તામાં
જિલ્લા પંચાયતમાં અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતા આજે ચૂંટણી યોજવામાં આવી હતી.
અમદાવાદઃ જિલ્લા પંચાયત કાંગ્રેસના હાથમાંથી સરકી ગઇ છે. જિલ્લા પંચાયત પર ભાજપે કબજો કર્યો છે. કોંગ્રેસના સાત સભ્યો ભાજપ સાથે જોડાતા કોંગ્રેસના હાથમાં સત્તા જતી રહી છે. પ્રમુખના મેન્ડેટ સામે કોંગ્રેસના સભ્યોએ વિરોધ કર્યો હતો. કોંગ્રેસે અમરસિંહ ઠાકોરને મેન્ડેટ આપ્યો હતો. ત્યારે ભાજપના જીતેન્દ્રસિંહ ચૌહાણની પ્રમુખ પદે વરણી થઇ છે. તો ભાવિબેન પટેલની ઉપ પ્રમુખ પદે વરણી થઇ છે.