Vadodara News વડોદરા : લોકસભાની ચૂંટણીમાં મતદાન સમયે ભાજપ કાર્યકરે ભાજપ મહિલા કોર્પોરેટરની છેડતી કર્યાનો વડોદરામાં આક્ષેપ ઉઠ્યો છે. વડોદરાના કમલાનગર ખાતેના બૂથની આ ઘટના છે. જેમાં ભાજપ મહિલા કોર્પોરેટરે પોલીસ કમિશનરને ભાજપ કાર્યકર હિરેન બ્રહ્મભટ્ટ વિરુદ્ધ અરજી આપી છે. ભાજપ મહિલા કોર્પોરેટરે આક્ષેપ કર્યો કે, યુવકે મારો હાથ પકડી અસભ્ય વર્તન કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિરેન બ્રહ્મભટ્ટ સામે આક્ષેપ 
ગુજરાતભરમાં 7 મેના રોજ મતદાન થયુ હતું. જેમાં વડોદરામાં પણ શાંતિથી મતદાન થયુ. આ વચ્ચે કમલાનગર બૂથ પર માહોલ ગરમાયો હતો. આ ઘટના બાદ ભાજપની મહિલા કોર્પોરેટરે બૂથ પર ભાજપના કાર્યકર્તા હિરેન બ્રહ્મભટ્ટ સામે આક્ષેપ કર્યો છે. હિરેન બ્રહ્મભટ્ટ સ્વામી વિવેકાનંદ ગુજરાત સ્ટેટ યૂથ બોર્ડના સેન્ટ્રલ ગુજરાત ઝોનનો ઇન્ચાર્જ તેમજ ભાજપના OBC મોરચામાં કારોબારી સભ્ય છે. 


તેણે મારો હાથ પકડીને મને ખેંચ્યો 
મહિલા કોર્પોરેટરે આક્ષેપ કરતા કહ્યું કે, મલાનગર બૂથ પર ભાજપના મહિલા નેતા અને ભાજપના કાર્યકર વચ્ચે ચકમચ ઝરી હોવાનું સામે આવ્યું છે. વડોદરા શહેરમાં ભાજપના મહિલા કોર્પોરેટર મતદાન પ્રક્રિયા દરમિયાન મતદાન મથકે ગયા હતા અને બુથ એજન્ટ સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન હિરેન બ્રહ્મભટ્ટ ત્યાં આવ્યો હતો અને ગમે તેમ બોલવા લાગ્યો હતો. મેં તેને બિભત્સ ગાળો બોલતા અટાવ્યો હતો, પરંતુ હિરેન બ્રહ્મભટ્ટે પોતે ભાજપનો રાષ્ટ્રીય કાર્યકર હોવાનું કહીને મહિલા કોર્પોરેટરનો હાથ પકડીને ખેંચ્યો હતો. આ બાદ મેં સંગઠનમાં ફરિયાદ કરી છે. સાથે જ પોલીસ વિભાગને પણ અરજી કરીને ફરિયાદ કરી છે. 


ભાજપના કોર્પોરેટરનો અછોડો તૂટ્યો 
વડોદરામાં ભાજપ કોર્પોરેટર ડો રાજેશ શાહનો અછોડો તૂટવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ડો.રાજેશ શાહ બાલ ભવન રોડ પર વહેલી સવારે સાયકલિંગ કરતાં હતાં તે સમયે ગઠિયાઓ અછોડો તોડી ફરાર થયા હતા. બાઈક પર માસ્ક પહેરેલ બે ગઠિયાઓએ અછોડો તોડ્યો હતો. વડોદરામાં ભાજપ કોર્પોરેટર સુરક્ષિત નથી તો સામાન્ય નાગરિક કેવી રીતે સુરક્ષિત રહેશે? ઉલ્લેખનીય છે કે, ગઈકાલે એક સાથે અલગ અલગ વિસ્તારમાંથી 4 અછોડા તૂટ્યા હતા.