કૃતાર્થ જોશી/અમદાવાદ : અગાઉ આપના નેતાઓ દ્વારા માતાજીઓનાં સોગંદ ખાવામાં આવ્યા અને તેમના નેતાઓ નિર્દોષ હોવાનું માતાજીના હવાલાથી કહેવામાં આવ્યું ત્યારે પણ ZEE 24 Kalak દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો કે આ નેતાઓ છે કે ભુવાઓ છે. ત્યારે ભાજપનાં એક નેતાનો કિસ્સો પણ હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ધારાસભ્ય પોતે દાવો કરી રહ્યા છે કે, તેમને સ્વપ્નમાં તેમનો એક મતદાર આવ્યો અને કહ્યું કે, હવે હું સ્વામીનારાયણ ભગવાનનાં શરણમાં જઇ રહ્યો છું તો આપ મને આવીનો મળો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉતરાયણનાં દિવસે ક્યાંય પણ ઘાયલ પક્ષી દેખાય તો માત્ર વ્હોટ્સએપ કરજો, સીધી લાલ લાઇટ વાળી ગાડી આવી જશે


જેના પગલે ધારાસભ્ય પોતાના જ ગામનાં રનાભાઇ ઢોડિયાને મળવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ તેમની સાથે મુલાકાત લીધી હતી અને તેમની સાથે વાતચીત કરી હતી ઉપરાંત સાંત્વના પણ પાઠવી હતી. આ મુલાકાત બાદ ધારાસભ્ય પોતે ગાંધીનગર જવા માટે રવાના થયા હતા. જો કે તેઓ અડધે રસ્તે પહોંચ્યા ત્યાં જ તેમને ફોન આવ્યો હતો કે, રનાભાઇનું અવસાન થયું છે. ધારાસભ્ય મોહન ઢોડિયા હાલ તો આને ચમત્કાર ગણાવી રહ્યા છે. જો કે હવે આ સ્વપ્ન સિદ્ધ કરવાનો કે સ્વપ્નમાં આવેલ વ્યક્તિ પણ હાજર નહી હોવાનાં કારણે કોઇ તેની પૃષ્ટી થઇ શકે તેમ નથી. જો કે ધારાસભ્યએ પોતાની ફેસબુક વોલ પર આ પ્રકારની પોસ્ટ કરીને ઘટનાનો દાવો કર્યો છે. 



જો કે આને શ્રદ્ધા કહો કે અંધશ્રદ્ધા કહો તે વ્યક્તિના પોતાના પર નિર્ભર છે. હાલ તો ધારાસભ્યની આ પોસ્ટના કારણે ચકચાર મચી ગઇ છે. લોકો અનેક તર્ક વિતર્ક કરી રહ્યા છે. જો કે ધારાસભ્ય સાથેની ટેલિફોનિક વાતચીતમાં સમગ્ર ઘટના તેમણે જણાવી હતી. આ વાતને સમર્થન પણ આપ્યું હતું કે, પોતાના મતદારને સ્વામિનારાયણ ભગવાને સ્વપ્નમાં આવીને મૃત્યુ અંગેના સમાચાર આપ્યા હતા. જેથી મતદારે ધારાસભ્યના સ્વપ્નમાં આવીને કહ્યું કે, હવે મારો જવાનો ટાઇમ આવી ગયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube