ગુજરાત પેટા ચૂંટણીમાં ભાજપનું ક્લિન સ્વિપ: જાણો કોને કેટલા મત મળ્યા, કેટલી લીડથી જીત્યું તમામ આંકડાકીય માહિતી
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીની તમામ 8 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જેના પગલે ભાજપ મુખ્ય કાર્યાલય અને તમામ સ્થાનિક કાર્યાલયે વિજયોત્સવ જેવો માહોલ છે. જ્યારે કોંગ્રેસના કાર્યાલય પર સન્નાટો જોવા મળી રહ્યો છે. વોટ શેરિંગની વાત કરીએતો આઠ બેઠકો પર ભાજપને કુલ 55 ટકા જેટલા મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસને માત્ર 34.4 ટકા મત મળ્યા છે. આ બેઠકો પર 8.46 ટકા મત અન્ય ઉમેદવારોને જ્યારે 2.16 ટકા મત નોટાને પડ્યા છે.
Gujarat Bypoll : જાણો ભુંડા પરાજય બાદ હાર્દિક પટેલ, અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ શું કહ્યું?
કરજણમાં સૌથી વધારે નોટાને મત પડ્યા
કરજણ બેઠક પર ભાજપ કોંગ્રેસ ઉપરાંત 7 ઉમેદવારોને નોટા કરતા પણ ઓછા મત મળ્યા છે. કરજણ બેઠક પર 2262 મતદારોએ નોટા એટલે કે નન ઓફ ધ અબોવનું બટન દબાવીને કોઇ પણ ઉમેદવારને પસંદ કર્યો નહોતો. બાકીના 7 ઉમેદવારને એક હજાર કરતા પણ ઓછા મત મળ્યા હતા. 7 ઉમેદવારને નોટા કરતા અડધા મત પણ મળ્યા નથી. વડોદરા જિલ્લાની કરજણ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલનું 16 હજાર કરતા વધારે મતથી વિજય થયો હતો.
વિધાનસભા પેટા ચૂંટણી 2020 | |||||||||
જાહેર થયેલા પેટા ચૂંટણી પરિણામોની વિગત | |||||||||
ક્રમ | વિધાનસભાનું નામ | ભાજપ ઉમેદવાર | કોંગ્રેસ ઉમેદવાર | વિજેતા પક્ષ | કુલ મતદાન | મતદાન ટકાવારી | ભાજપના મત | કોંગ્રેસના મત | સરસાઇ |
1 | 1- અબડાસા | પ્રદ્યુમનસિંહ જાડેજા | શાંતિલાલ સેંધાણી | ભાજપ | 1,45,736 | 62.08 | 71,848 | 35,070 | 36,778 |
2 | 61- લીંબડી | કિરીટસિંહ રાણા | ચેતન ખાચર | ભાજપ | 1,59,052 | 58.55 | 88,928 | 56,878 | 32,050 |
3 | 65 - મોરબી | બ્રિજેશ મેરજા | જયંતી પટેલ | ભાજપ | 1,43,352 | 52.81 | 64,711 | 60,062 | 4649 |
4 | 94 - ધારી | જે.વી કાકડીયા | સુરેશ કોટડિયા | ભાજપ | 1,00,172 | 45.95 | 49,974 | 32,765 | 17,209 |
5 | 106 - ગઢડા (S.T) | આત્મારામ પરમાર | મોહન સોલંકી | ભાજપ | 1,26,745 | 50.49 | 70,886 | 48,291 | 22,595 |
6 | 147 - કરજણ | અક્ષય પટેલ | કિરીટસિંહ જાડેજા | ભાજપ | 1,43,523 | 70.14 | 76,958 | 60,533 | 16,425 |
7 | 173 - ડાંગ (S.T) | વિજય પટેલ | સૂર્યકાંત ગાવિત | ભાજપ | 1,35,098 | 75.82 | 94,006 | 33,911 | 60,095 |
7 | 181 - કપરાડા (S.T) | જીતુ ચૌધરી | બાબુ વરઠા | ભાજપ | 1,91,413 | 77.89 | 1,12,941 | 65,875 | 47,066 |
સરેરાશ કુલ | 60.69 |