ગુજરાત જીતવાના લક્ષ્યાંક સાથે 40 લાખ ઘરોમાં લગાવાશે ભાજપનો ઝંડો
ભાજપના ચંટણી લક્ષી અતિ મહત્વપૂર્ણ કેમ્પઇન મેરા પરિવાર પરિવાર ભાજપા પરિવારનું રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગઇકાલે અમદાવાદમા લોનિચંગ કરાવી દીધુ છે. ત્યારે ગુજરાતમાં 40 લાખ પરિવારો સુઘી ભાજપ પહોચશે અને ધ્વજ ફરકાવશે એવો લક્ષયાંક પણ નક્કી કરાયો છે.
કિંજલ મિશ્રા/અમદાવાદ: ભાજપના ચંટણી લક્ષી અતિ મહત્વપૂર્ણ કેમ્પઇન મેરા પરિવાર પરિવાર ભાજપા પરિવારનું રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગઇકાલે અમદાવાદમા લોનિચંગ કરાવી દીધુ છે. ત્યારે ગુજરાતમાં 40 લાખ પરિવારો સુઘી ભાજપ પહોચશે અને ધ્વજ ફરકાવશે એવો લક્ષયાંક પણ નક્કી કરાયો છે. અહીએ બાબત નોંધનીય છે કે, કાર્યક્રમના લોન્ચિગ પહેલા આ લક્ષ્યાંક 25 લાખ રાખવામા આવ્યો હતો જો કે અમિત શાહે કાર્યકર્તા સંમેલન દરમ્યાન કેમપેઇનમાં દેશભરમાં ગુજરાતને સૌથી અગ્રેસર રહેવાની ટહેલ નાખી હતી. જેને ધ્યાનમા રાખીને આ લક્ષયાંક વઘારવામા આવ્યો અને 25 લાખથી 40 લાખ પર લઇ જવાયો.
આજે રાજ્યભરમા ભાજપના વિવિધ હોદ્દેદારો તથા કાર્યકર્તાઓને પોતાના ઘરે ઘ્વજ લગાવી દીધો છે. અમદાવાદમા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વીજ પટેલ દ્વારા પરિવાર તથા કાર્યકર્તાઓ સાથે પોતાના નિવાસ્થાનેથી જ કાર્યક્રમની શરૂઆત કરાવામા આવી છે. જો બૂથ સ્તર સુધી વોર્ડ વાઇસ કાર્યકર્તાઓને કેમપેઇન વધારવા જવાબદરી સોપી દેવામા આવી છે. આ અંગે નિવેદન આપતા બીજેવાયએમના પ્રમુખ ઋત્વીજ પટેલે જણાવ્યુ હતુ કે, ભાજપ સતત પ્રજા વચ્ચે રહેતી પાર્ટી છે. 40 લાખ પરિવાર સુધી અમારો પહોચવાનો લક્ષયાંક છે જો કે અમે આ આંકડો પણ પાર કરી જઇશુ એવો અમને વિશ્વાસ છે.
મહત્વનુ છે કે, ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેમના શુભેચ્છકોની સાથે સાથે જે પણ યુવાનો મિસ્ડ કોલના માધ્યમથી ભાજપ સાથે જોડાયા છે. તેનુ લીસ્ટ તૈયાર કરવામા આવ્યુ છે. અને તેમનો સંપર્ક કરી ધ્વજ લગાવવામા આવે છે. સાથે જ ભાજપને વોટ આપવા અપીલ પણ કરવામા આવે છે. અહીએ બાબત પણ નોંઘનીય છે કે, ગુજરાતએ રાજનિતીનું એપ્પી સેન્ટર રહ્યુ છે. જ્યારે પણ વાત ભાજપની થતી હોય છે ત્યારે પીએમ મોદી તથા અમિત શાહનું હોમ ગ્રાઉન્ડ હોવાથી દેશની સીધી નજર ગુજરાતની રાજનિતિ પર રહેતી હોય છે.
દક્ષિણ ગુજરાતમાં ભાજપનું ક્લસ્ટર સંમેલન, દેવેન્દ્ર ફડણવીસનું સભા સંબોધન
ગુજરાત મોડેલનો ઉલ્લેખ પર પીએમ દ્વારા અનેક વાર કરવામાં આવ્યો છે અલબત્ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીએમથી પીએમની સફરમાં ગુજરાત મોડેલ મોખરે રહયુ છે ત્યારે ભાજપમા ગુજરાતમાં ફરી એક વાર 26 માથી 26 સીટ પર જીતનુ પુનરાવર્તન કરવા માંગે છે. અને આ જ કારણ છે કે, પીએમ મોદીથી માંડી રાષ્ટ્રીય અધ્યક્ષ તથા કેન્દ્રીય નેતૃત્વ અવારનવાર ગુજરાતની મુલાકાતે હોય છે ગુજરાત માટે ખાસ રણનિતિ બનાવવામા આવે છે ત્યારે એ જોવુ ખુબ રસપ્રદ રહેશે કે ભાજપને પોતાના લક્ષ્યાક સુધી પહોચવામા કેટલી સફળતા મળે છે સાથે જ મેરા પરિવાર ભાજપા પરિવાર કેમ્પેઇન થઇ લોકોનુ મન અને મત જીતવા મા કેટલા સફળ રહેશે.