એક-એક મત પણ કિંમતી હોવાથી ભાજપના 4 ધારાસભ્યો એમ્બ્યુલન્સથી વોટ આપવા પહોંચ્યા
વિધાનસભાના ભવન ફ્લોર પર નંબર 4 પર મતદાન થઈ રહ્યું છે. લગભગ 50 ટકા વોટિંગ થઈ ચૂક્યું છે. ધીરે ધીરે મતગણતરીનો આંકડો વધી રહ્યો છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણીની વચ્ચે કેટલાક કિસ્સા બન્યા છે. મતદાન કરવા માટે સવારે 9 વાગ્યાથી ધારાસભ્યોની લાઈન લાગી હતી. પરંતુ આ વચ્ચે કેટલાક ધારાસભ્યો વ્હીલચેર પર મત આપવા આવ્યા હતા. મંત્રી પરસોત્તમ સોલંકી વહીલચેરમાં મતદાન કરવા પહોંચ્યા
ઝી મીડિયા/બ્યૂરો :વિધાનસભાના ભવન ફ્લોર પર નંબર 4 પર મતદાન થઈ રહ્યું છે. લગભગ 50 ટકા વોટિંગ થઈ ચૂક્યું છે. ધીરે ધીરે મતગણતરીનો આંકડો વધી રહ્યો છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણીની વચ્ચે કેટલાક કિસ્સા બન્યા છે. મતદાન કરવા માટે સવારે 9 વાગ્યાથી ધારાસભ્યોની લાઈન લાગી હતી. પરંતુ આ વચ્ચે કેટલાક ધારાસભ્યો વ્હીલચેર પર મત આપવા આવ્યા હતા. મંત્રી પરસોત્તમ સોલંકી વહીલચેરમાં મતદાન કરવા પહોંચ્યા
હતા. પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીએ તેનું પ્રોક્સી મતદાન કર્યું હતું. તો ધારાસભ્ય બલરામ થવાની વ્હીલચેર પર આવ્યા હતા.
રાજ્યસભાની ચૂંટણી માટે જ્યાં એડીચોટીનું જોર બંને પક્ષો દ્વારા લગાવાયું છે, ત્યાં જીત માટે એક મત પણ કિંમતી છે. તેથી ધારાસભ્યો તબિયત નાદુરસ્ત હોવા છતા પણ પહોંચ્યા હતા. ભાજપના 4 ધારાસભ્યો બીમાર હોવાથી એમ્બ્યુલન્સ અને વ્હીલચેર પર મતદાન કરવા લવાયા છે. શભુંજી ઠાકોર અને કેસરી સિંહ ચૌહાણ પણ એમ્બ્યુલન્સ માફરત વિધાનસભા પહોંચ્યા હતા.
તો બીજી તરફ, ધારાસભ્ય વલ્લભ કાકડીયા વિધાનસભામા પ્રવેશ્યા તો પહેલા તેમનું ટેમ્પરેચર વધુ આવ્યું હતું. પરંતુ બાદમાં તાપમાન નોર્મલ આવતા તેમને પ્રવેશ મળ્યો હતો અને તેઓએ વોટિંગ કર્યું હતું.