ભરત ચૂડાસ્મા/ભરૂચ : ભરૂચ હિતરક્ષક સમિતિના આગેવાન અને પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયાનો દારૂ બંધી પર વિવાદાસ્પદ નિવેદન આપતો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેમણે ગુજરાતમાં દારૂબંધી ન હોવી જોઈએ તેવી વાત કરી છે અને તેના કારણો આપ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખુમાનસિંહ વાંસિયાએ કહ્યું કે, ગામોના ગામ એવા છે, જ્યાં 50 ટકા વિધવા બહેનો યુવાન છે. દારૂબંધીને કારણે જ બહેનો વિધવા બની છે. દારૂબંધીનું કારણ એટલા માટે કે, રાજકીય ઓછા હેઠળ અને પોલીસના આર્શીવાદથી આપણા ગુજરાતમાં દારૂનો જે લઘુ ઉદ્યોગ ચાલી રહ્યો છે. જેના કારણે કેમિકલ, બેટરીના દારૂનો સેલ છે. દારૂ બનાવતી વખતે તેમાં પેશાબ કરતા લોકો પણ છે. આવા દારૂને યુવા ધન પીએ છે, જેને કારણે તેમને લીવરની તકલીફો થાય છે. શારીરિક તકલીફો થાય છે. કેમિકલવાળો દારૂ પીને તેઓ એક રોટલી પણ ખાઈ શક્તા નથી તેવા અમારી પાસે અનેક દ્રષ્ટાંતો છે. 


તેમણે કહ્યું કે, આવી દારૂબંધીથી યુવાધન બરબાદ થતુ હોય તો આવા દંભી દારૂબંધીની કોઈ જરૂર નથી. સમગ્ર ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવી જોઈએ. રાષ્ટ્રપિતાનું જો ગુજરાત હોય તો, રાષ્ટ્રપિતા તો આખા દેશના છે. તેથી આખા ભારતમાં દારૂબંધી હોવી જોઈએ, અથવા તો ગુજરાતમાં દારૂબંધી ન હોવી જોઈએ.