તિસ્તા સેતલવાડ કેસ પર BJPની પ્રતિક્રિયા, `અહેમદ પટેલ માત્ર એક નામ, પાછળ છે સોનિયા ગાંધી`
અહેમદ પટેલ માત્ર એક નામ છે, તેમની પાછળ સોનિયા ગાંધી હતા. તિસ્તા સેતલવાડને 30 લાખનો પ્રથમ હપ્તો આપવામાં આવ્યો હતો. કલ્પના કરો કે ગુજરાત સરકારને અસ્થિર કરવા માટે કરોડો રૂપિયા આપવામાં આવ્યા હશે.
નવી દિલ્હી: તિસ્તા સેતલવાડ કેસ અંગે SITના દાવા પર ભાજપે કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ આજે (શનિવાર) પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સંબિત પાત્રાએ કહ્યું કે અહેમદ પટેલ માત્ર એક નામ છે, તેમની પાછળ સોનિયા ગાંધી હતા. તિસ્તા સેતલવાડને 30 લાખનો પ્રથમ હપ્તો આપવામાં આવ્યો હતો. કલ્પના કરો કે ગુજરાત સરકારને અસ્થિર કરવા માટે કરોડો રૂપિયા આપવામાં આવ્યા હશે.
સંબિત પાત્રાએ કોંગ્રેસ પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, આજે આટલા વર્ષો બાદ ગુજરાત રમખાણ કેસનું સત્ય સામે આવ્યું છે. સુપ્રીમ કોર્ટે પણ આ કેસમાં પીએમ નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપી છે અને નામદાર કોર્ટે પણ માન્યું કે આ કેસમાં ષડયંત્ર થયું છે. આ કેસમાં અહમદ પટેલે તિસ્તાને બે વખત પૈસા આપ્યા હતા. તિસ્તાને કુલ 30 લાખ રૂપિયા મળ્યા હતા. અહમદ પટેલ એ સમયે સોનિયા ગાધીના સચિવ હતા. પરંતુ અહમદ પટેલ માત્ર એક નામ છે, અસલ તો સોનિયા ગાંધીનું કામ છે. અહમદ પટેલને સોનિયા ગાંધીએ જ પૈસા આપ્યા હતા. આખું ષડયંત્ર સોનિા ગાંધીએ રચ્યું હતું.
સંબિત પાત્રાએ ઉમેર્યું કે, તિસ્તાના કામથી ખુશ થઈ સોનિયા ગાંદીએ તેણે પદ્મશ્રી આપ્યો હતો. 2007 માં તિસ્તાને પદ્મશ્રી અપાયો હતો. પરંતુ સમગ્ર કેસમાં નરેન્દ્ર મોદીને બદનામ કરવાનું કામ થયું છે. તેમણે ઉમેર્યું કે, તિસ્તા માનવતા માટે કામ નહોતી કરતી. તિસ્તાને રાજ્યસભાની સીટ જોઈતી હતી. આ મુદ્દે સોનિયા ગાંધી દેશ સામે આવીને જવાબ આપે. હાલ આ કેસમાં તિસ્તા અને સંજીવ ભટ્ટની ધરપકડ કરી દેવાઈ છે. સોનિયા ગાંધીએ રાહુલ ગાંધીને પ્રમોટ કરવા માટે પોતાની તિજોરીમાંથી પૈસાનો ઉપયોગ કર્યો હતો.
કોંગ્રેસનું સત્ય હવે સામે આવ્યું છેઃ સંબિત પાત્રા
ગુજરાત રમખાણો પર SITના રિપોર્ટ પર ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસે તે સમયે નરેન્દ્ર મોદીને બદનામ અને અપમાનિત કરવાનું કાવતરું ઘડ્યું હતું, હવે તેનું સત્ય ધીમેધીમે બહાર આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે મોદીને ક્લીનચીટ આપતાં કહ્યું હતું કે કેટલાક લોકો માત્ર પોતાના ઈરાદાથી આ મામલાને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube