રાજકોટ નજીક આશ્રમમાંથી મળ્યા કાળિયારના અવશેષો, સાધુ કરતો હતો તાંત્રિક વિધિ
ગુજરાતમાં પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ હોવા છતાં છાશવારે શિકારની ઘટનાઓ બનતી રહે છે. પ્રાણીઓનો શિકાર કોઇ શોખ માટે કરે છે તો કોઇ તંત્ર મંત્ર માટે કરે છે. રાજકોટ નજીકના માહિકા ગામમાં આવેલા અલખઘણી આશ્રમમાં કાળિયારના અવશેષો મળી આવ્યા છે.
રાજકોટ: ગુજરાતમાં પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ હોવા છતાં છાશવારે શિકારની ઘટનાઓ બનતી રહે છે. પ્રાણીઓનો શિકાર કોઇ શોખ માટે કરે છે તો કોઇ તંત્ર મંત્ર માટે કરે છે. રાજકોટ નજીકના માહિકા ગામમાં આવેલા અલખઘણી આશ્રમમાં કાળિયારના અવશેષો મળી આવ્યા છે. તંત્ર મંત્ર માટે કાળિયારના અવશેષો સાચવી રખાયા છે તેવી પ્રાથમિક માહિતી ફોરેસ્ટ વિભાગને મળી હતી. જેથી મહિકા ગામમાં આવેલા અલખઘણી આશ્રમમાં કાળિયારના અવશેષોને ફોરેસ્ટ વિભાગે સર્ચ કરીને મેળવ્યા છે.
કાળિયારનો શિકાર અને તેના અંગો વેચવા પર પ્રતિબંધ છે. સાધુએ આ અવશેષો રૂ.4000માં એક વર્ષ પહેલાં ખરીદી કર્યા હોવાનું બહાર આવ્યું છે. તંત્ર મંત્ર માટે સાધુ દ્વારા આ અવશેષોને ઉપયોગ કરવામાં આવતો હતો કે નહી તે તપાસનો વિષય છે. હાલ આશ્રમના સાધુ જયસિંહ નથૂસિંહ રાજપૂત ઉર્ફે કાળુબાપુની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાંથી તેને 19 જૂન સુધી જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
દારૂના નશામાં ગુજરાતના IPS અધિકારીએ મહિલા IPSને એવી જગ્યાએ ચૂંટલી ભરી કે થયો હોબાળો
જે કાળિયારના શિકારના આરોપમાં ફિલ્મ સ્ટાર સલમાન ખાને ગત 20 વર્ષોથી અંદર-બહાર થઇ રહ્યા છે, તે કાળિયારના અવશેષ એક કથિત સાધુ પાસેથી મળી આવ્યા છે. આ સાધુ પહેલાં રાજકોટમાં રિક્ષા ચલાવતો હતો. તેનું જયસિંહ નથૂસિંહ રાજપૂત ઉર્ફે કાળુબાપુ છે. તેને સ્વિકાર્યું છે કે તે કાળિયારના અવશેષો વડે તંત્ર વિદ્યા કરતો હતો. સલમાન ખાન દ્વારા કાળિયારનો શિકાર કર્યા બાદ આ મામલો ખૂબ ચર્ચામાં આવ્યો છે. ગિરના જંગલોમાં આજે પણ કાળિયાર જોવા મળે છે. પરંતુ તેનો શિકાર કરવામાં આવ્યો હોય તે પહેલો કેસ છે. ગુજરાતમાં આ પ્રકારનો પ્રથમ કેસ છે.
'ઇશરત જહાં કેસમાં મોદી-શાહની ધરપકડ કરવામાં માંગતી હતી CBI'
અલખધણી આશ્રમમાં હતા કાળિયારના અવશેષો
પોલીસને ગુપ્ત સૂચના મળી હતી કે રાજકોટથી 12 કિલોમીટર દૂર ભીચરી રોડ પર માહિકા ગામના અલખધણી આશ્રમમાં કાળિયાના અવશેષો છે. તેના આધારે રાજકોટા રેંજના ફોરેસ્ટર યૂ.વી. તનવાણી, એચવી માકડિયા અને એમએસ રાજાણી, ગાર્ડ વિજય સિંહ જાડેજા અને તુષાર રાવલે મળીને આશ્રમમાં રેડ પાડી. આશ્રમમાં સર્ચ ઓપરેશન દરમિયાન તિજોરીમાંથી કાળિયારના શિંગડા, ખોપડી અને ચાર પગ મળ્યા હતા. તેમને તાત્કાલિક કબજે કરી લેવામાં આવ્યા. ત્યારબાદ સાધુ સાથે પૂછપરછ કરવામાં આવી. તેણે સ્વિકાર્યું કે એક વર્ષ પહેલાં તેણે 4000 રૂપિયામાં કાળિયારના અંગો ખરીદ્યા હતા. તે તેનો ઉપયોગ તંત્ર વિદ્યામાં કરતો હતો. ત્યારબાદ કાળુબાપુની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાંથી તેને 19 જૂન સુધી જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
ગુજરાતમાં 5 દિવસ વહેલું શરૂ થશે ચોમાસું, 99 ટકા વરસાદ પડશે
7 વર્ષની સજાની જોગવાઇ
કાળિયાર, સિંહ અને વાધની માફક્ત શેડ્યૂલ-1માં આવનાર પ્રાણી છે. તેનો શિકાર અથવા તેના અંગોનું વેચાણ અને તેના અવશેષોને રાખવા અપરાધની શ્રેણીમાં આવે છે. તેના માટે વન સંરક્ષણ કાયદાની 1972ની કલમ 3 અનુસાર 7 વર્ષની સજા છે.