આ મોડસ ઓપરેન્ડી જોઈ DRI માથું ખંજવાળતી રહી ગઈ! અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 32 કરોડનું `બ્લેક કોકેઈન`
DRIના અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે બ્રાઝિલનો નાગરિક સાઉ પાઉલો એરપોર્ટથી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરી કરી રહ્યો છે, તે ભારતમાં કોકેઇનની દાણચોરી કરવાનો પ્રયાસ કરશે.
ઝી બ્યુરો/અમદાવાદ: યુવાધનને નશાના રવાડે ચઢાવવાનું એક પછી એક ષડયંત્ર ઝડપાતા હોય છે, ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી 32 કરોડ રૂપિયાનું કોકેઈન ઝડપાયું છે. એક અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરી 3.21 કિલો ડ્રગ્સ સાથે બ્રાઝિલના એક નાગરિકની ધરપકડ પણ કરવામાં આવી છે. આ ઘટનામાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) ના અધિકારીઓએ આજે વહેલી સવારે અમદાવાદના SVPI એરપોર્ટ પર 'બ્લેક કોકેઈન' ની દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.
યુવતી સાથે હોટલમાં ઝડપાયા ગુજરાતના ધારાસભ્ય, પતિએ રંગમાં ભંગ પાડ્યો અને થઈ જોવા જેવી
DRIના અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે, બ્રાઝિલનો નાગરિક સાઉ પાઉલો એરપોર્ટથી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરી કરી રહ્યો છે, તે ભારતમાં કોકેઇનની દાણચોરી કરવાનો પ્રયાસ કરશે. ત્યારે DRI અધિકારીઓ એક્શન મોડમાં આવી ગયા હતા અને તેઓએ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બ્રાઝિલિયન નાગરિકને અટકાવ્યો હતો. આ મુસાફર પ્રવાસી વિઝા પર મુસાફરી કરી રહ્યો હતો. પેસેન્જર, ટ્રોલી અને કેબિન બેગની વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી અને તેમાં કોઈ છૂપાવવાની વાત બહાર આવી ન હતી.
Viral Video: રસ્તા પર યુવતિને બાઇકની ટાંકી પર ઊંધી બેસાડી દિલધડક રોમાન્સ,જોયો કે નહી
તદનુસાર, NDPS એક્ટ 1985ની જોગવાઈઓ હેઠળ 3.21 કિલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો. મુસાફરે કોકેઈનની દાણચોરીમાં તેની સક્રિય ભૂમિકા સ્વીકારી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી. કોકેઈનની દાણચોરી કરવાની આ મોડસ ઓપરેન્ડી અનોખી છે અને ડીઆરઆઈ દ્વારા 'બ્લેક કોકેઈન' જપ્ત કરવાનો આ પ્રથમ કિસ્સો છે.
ચાણક્ય નીતિ: મહિલાઓમાં પુરૂષો કરતાં 8 ગણી હોય છે કામુકતા, જાણો સ્ત્રીઓના 4 ગુણો