અલકેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં સરકારી સબસીડી વાળા યુરિયા ખાતરનો કાળો કારોબાર કરી આ યુરિયા ખાતરમાંથી યુરિયા લિક્વિડ બનાવતા હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. બનાસકાંઠા જિલ્લાની એલસીબી પોલીસે દિયોદરના ડુચકવાડા ગામના એક ખાનગી ખેતરમાં ધમધમતું એક ગોડાઉન ઝડપી પાડ્યું છે. જે ગોડાઉનમાં સરકારી સબસીડી વાળા ખાતરનો દુરુપયોગ કરી યુરિયા લિક્વિડ બનાવાતું હતું અને આ યુરિયા લિક્વિડ અલગ અલગ સિમ્બોલ ધારી કંપનીની ડોલોમાં ભરી ઊંચા ભાવે વેચાતું હતું. પરંતુ બનાસકાંઠા પોલીસે સરકારની સબસીડી વાળા ખાતર થકી ચાલતા કાળો કારોબાર ઝડપી પાડ્યો છે અને આ કૌભાંડમાં સંડોવાયેલા 6 લોકો સામે ગુનો નોંધી 4 લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર મોટી એર સ્ટ્રાઈક, 25-30 લોકોના મોત થયા હોવાના અહેવાલ


રાજ્યના ખેડૂતોને ખેતી માટે જરૂરી યુરીયા ખાતર નીચા ભાવે મળી રહે તે હેતુસર સરકાર દ્વારા ખાતરમાં સબસીડી આપી ખેડૂતોને યુરિયા ખાતરની 45 કિલોની બેગ રૂ. 266.50 રૂપિયાના ભાવે અપાય છે. પરંતુ આ બેગ સરકારી ગોડાઉનમાંથી નીકળી ગયા બાદ કેટલાક લે ભાગુ ખાતર ગોડાઉન ધારકો ઊંચો નફો મેળવવા સરકારની આ સબસીડી વાળા ખાતરનો જ કાળો કારોબાર કરી દે છે.ત્યારે બનાસકાંઠામાં સરકારી સબસીડી વાળા ખાતરનો કાળો કારોબાર ઝડપાયો છે.


દૈનિક રાશિફળ 25 ડિસેમ્બર: મિથુન રાશિ માટે આજનો દિવસ ગ્રહોના વિશેષ સંયોગને કારણે શુભ


બનાસકાંઠા એલસીબી પોલીસે દિયોદરના ડુચકવાડા ગામના એક ખાનગી ખેતરમાં રેડ કરી સરકારની સબસીડી વાળા ખાતરમાંથી યુરિયા લિક્વિડ બનાવાના કૌભાંડનો પર્દાફાસ કર્યો છે... રાજસ્થાનના ચાર શખ્સો પાલનપુરના કુંભલમેર ગામના રામજી પટેલ નામના ખાતરના વેપારી પાસેથી સરકારી સબસીડી વાળું ખાતર 266.50 ની જગ્યાએ 700 રૂપિયા જેટલા ઊંચા ભાવે ખરીદી આ ખાતર દિયોદરના ડુચકવાડા ગામે લાવતા અને આ ખાતરનો દૂરઉપયોગ કરી આ ખાનગી ખેતરમાં પ્રોસેસિંગ કરી આ સબસીડી વાળા ખાતરમાંથી યુરિયા લિક્વિડ બનાવતા હતા. અને આ યુરીયા લિક્વિડ ભરવા દિલ્હીના નસીમ નામના એક શખ્સ પાસેથી અલગ અલગ કંપનીની લોગો ધારી ડોલો મંગાવી આ ડોલોની અંદર ભરતા અને તે બાદ આ યુરીયા લિક્વિડ bs6 વાહનો માટે ઊંચા ભાવે વેચી નાખતા.


જનરલ વીકે સિંહ બન્યા મિઝોરમના ગવર્નર, કેરલ અને બિહારના રાજ્યપાલોની અદલાબદલી


જો કે એક તરફ રાજ્યનો ખેડૂત ખેતી માટે જરૂરી યુરિયા ખાતર મેળવવા તડપી રહ્યો છે. એક તરફ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર નથી મળી રહ્યું તો બીજી તરફ આવા લે ભાગુ ખાતર ગોડાઉનના માલિકો ખેડૂતોને ખાતર સબસિડી સાથે આપવાની જગ્યાએ આ ખાતરનો કાળો કારોબાર કરતા ઝડપાયા છે. પોલીસે આ સમગ્ર કોભાંડને ઝડપી પાડી ડુચકવાડા ગામના ખેતરમાં રહેલ સરકારી સબસીડી વાળા ખાતરના કટ્ટા સહિત અન્ય મુદ્દા માલ સાથે રાજસ્થાનના ફુસારામ લાલારામ જાટ, પૂનમચંદ મોટારામ ઝાટ,ગોગારામ રાવતારામ જાટ અને ભાભરના ભરત રૂપાભાઈ માળીને દબોચી લીધા છે.અને તેમની પૂછપરછ કરતા આ ખાતરનો જથ્થો પાલનપુરના કુંભલમેર ગામના રામજી પટેલે પહોંચાડ્યો હોવાનું ખુલ્યું છે. 


બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાતમાં લાવશે વરસાદ! તારીખો સાથે જાણો આગાહી


તો સાથે જ અલગ અલગ કંપનીની લોગાધારી ડોલ દિલ્હીના નસીમે પહોંચાડી હોવાનું સામે આવતા પોલીસે અત્યારે તો આ 6 લોકો સામે ગુનો નોંધી ખેડૂતોના સરકારી સબસીડી વાળા ખાતરનો કાળો કારોબાર કરતા 6 ખાતર કૌભાંડીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.