જસદણમાં અંધારપટ : ભાજપ શાસિત પાલિકાનો વિકાસ ડૂબ્યો, 5 કરોડ ન ચૂકવતાં વીજકનેક્શન કપાયું
Jasdan Municipality: ગુજરાતમાં ભાજપ શાસિત પાલિકાનો આજે વિકાસ ડૂબી ગયો છે. કુંવરજી બાવળિયાના મત વિસ્તારમાં આજે વીજળી ગુલ થઈ છે. PGVCLનું 5 કરોડનું બિલ ના ભરાતાં આજે તંત્રએ કનેક્શન કાપી નાખ્યું છે. શરમની વાત એ છેકે ભાજપ શાસિત પાલિકામાં આજથી અંધારપટને પગલે સત્તાધિશોની આબરૂના ધજાગરા થશે.
નરેશ ભાલિયા, જસદણઃ રાજકોટ જિલ્લાની જસદણ નગર પાલિકા ચર્ચામાં આવી ગઈ છે. જસદણ નગર પાલિકાએ લાખો રૂપિયાના લાઇટબિલની ચુકવણી ન કરતા જીપીવીસીએલ દ્વારા લાઇટનું કનેક્શન કાપી દેવામાં આવ્યું છે. એટલે કે આજે રાતથી જસદણ પાલિકામાં અંધારપટ છવાઈ જશે. જસદણના ચિતલિયા કુવા રોડ, લાતી પ્લોટ, આટકોટ રોડના કનેક્શન કાપી નાખવામાં આવ્યાં છે. નોંધનીય છે કે પીજીવીસીએલ દ્વારા જસદણ પાલિકાને બિલ ન ભરવાને લઈને નોટિસ ફટકારવામાં આવી હતી.
પીજીવીસીએલે કરી કાર્યવાહી
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા જસદણ પાલિકા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. પીજીવીસીએલે લાઇટ બિલ બાકી હોવાને લઈને જસદણ પાલિકાને નોટિસ ફટકારી હતી. આ નોટિસ છતાં પાલિકા દ્વારા બિલ ભરવામાં આવ્યું નહીં. એટલે આજે પીજીવીસીએલ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા લાઇટના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. જસદણ પાલિકાનું 35 લાખ કરતા વધુનું બિલ બાકી છે.
કેબિનેટ મંત્રીના વિસ્તારમાં જ કનેક્શન કપાયું
જસદણથી ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા આ શહેરમાંથી આવે છે. હવે કેબિનેટ મંત્રીના ગામમાં જ પાલિકા બિલ ન ભરી શકે અને લાઇટ કનેક્શન કપાઈ જાય એટલે ચર્ચા થવી સ્વાભાવિક છે. મહત્વનું છે કે પાલિકાને ઘણા સમયથી પીજીવીસીએલ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. પરંતુ શું પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે કોઈ કાર્યવાહી કરી નહીં. પાલિકા દ્વારા જનતા પાસે વેરો તો ઉઘરાવવામાં આવે છે પણ બિલ ભરવામાં આવતું નથી. બીજીતરફ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પણ પોતાના શહેરની પાલિકામાં શું ચાલી રહ્યું છે તેની કોઈ માહિતી નથી. આ પાલિકામાં પણ ભાજપનું શાસન છે. રાજ્યની સરકારમાં પણ ભાજપ છે. તેવામાં પીજીવીસીએલની કાર્યવાહી બાદ સતત સવાલ ઉઠી રહ્યાં છે.
પંકજકુમારને એક્સટેન્શન ન મળ્યું તો આ IASમાં થશે સીધી CS બનવાની સ્પર્ધા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube