જયેશ ભોજાણી/ગોંડલ :ગોંડલ હાઈબોન્ડ સિમેન્ટ ફેક્ટરીમાં અકસ્માત સર્જાતા ત્રણ શ્રમિક યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજયા છે. ગોંડલની હાઈબોન્ડ સિમેન્ટ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં વેલ્ડીંગનું કામ કરતા ત્રણ શ્રમિકોના મોત નિપજ્યા છે. ત્રણેયના મૃતદેહોને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમાર્ટમ માટે ખસેડાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોંડલ જેતપુર નેશનલ હાઈવે ગોમટા ચોકડી પાસે આવેલ હાઈબોન્ડ સિમેન્ટ ફેક્ટરીમાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ફેક્ટરીના આશિષ હમીરભાઈ સોલંકી (ઉમર 25 વર્ષ, દેવલપુર, ગીર સોમનાથ), રાહુલ જસાભાઈ પંપાણિયા (ઉંમર વર્ષ 22, સુત્રાપાડા) અને અમર શિવધારાભાઈ વિશ્વકર્મા (ઉંમર વર્ષ 33, ઉત્તર પ્રદેશ) નામના શ્રમિકોના મોત નિપજ્યા હતા. તાલુકા પીએસઆઇ એસજી કેશવાલા તેમજ હેડ કોન્સ્ટેબલ પીબી વાલાણીએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. યુવાનોના મૃતદેહોને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. જોકે, અકસ્માત કઈ રીતે સર્જાયો તે હજુ બહાર આવ્યું નથી. તેથી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. 


આ પણ વાંચો : વડનગરમાં સચવાશે પીએમની બાળપણની યાદો, જ્યાં ચા વેચતા તે સ્ટોલને નવો બનાવાયો


સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ, ત્રણેય યુવાનો વહેલી સવારે ચાર વાગ્યે કેમિકલની ટેન્કમાં વેલ્ડીંગનું કામ કરી રહ્યા હતા અને તે સમયે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવાનોને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તે દરમિયાન રસ્તામાં જ અન્ય એક યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રીજા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે ત્રણેય યુવાનોના પરિવારજનોનો સંપર્ક સાધવા કાર્યવાહી હાથ ધરી હતી.


હાઈ બોન્ડ સિમેન્ટ ફેકટરીમાં અકસ્માત બાદ DYSP, LCB સહિતનો કાફલો પહોંચ્યો છે. સિમેન્ટ ફેકટરીમાં FSL ની ટીમ સહિતના અધિકારી પહોંચ્યા છે. બ્લાસ્ટમાં કેમિકલના સેમ્પલ લઈ આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો : 


કચ્છના દરિયે મોટું સર્ચ ઓપરેશન, પાકિસ્તાનથી આવતુ 280 કરોડનું ડ્રગ્સ ઝડપાયું 


PM ના સપનાને સાકાર કર્યું આ અમદાવાદીએ, સોસાયટીના રહીશો 365 દિવસ પીએ છી વરસાદનું સંગ્રહ કરેલુ પાણી