નવસારી/ઝી ન્યૂઝ: લગ્ન પ્રસંગમાં મળેલી ગીફ્ટે ખુશીઓના દિવસોમાં શોક અને દુઃખના દિવસોમાં ફેરવી નાખતી ઘટના હાલ સામે આવી છે. નવસારીમાં વાંસદાના મીંઢાબારી ગામે યોજાયેલા લગ્ન પ્રસંગમાં ભેટમાં મળેલી વસ્તુમાં બ્લાસ્ટ થયો છે. ભેટમાં મળેલ રમકડાને ચાર્જ કરવા જતા આ બ્લાસ્ટ થયો હોવાનો ખુલાસો થયો છે. આ બ્લાસ્ટની દુર્ઘટનામાં 28 વર્ષીય વરરાજા લતેશ ગાવીત અને 3 વર્ષીય ભત્રીજા જીઆન ગાવીત ગંભીર રીતે ઘાયલ થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, નવસારીમાં વાંસદાના મીંઢાબારી ગામે લગ્ન પ્રસંગ હતો. જેમાં અનેક મહેમાનોએ લગ્ન પ્રસંગમાં અનેક વસ્તુઓ ભેટમાં આપી હતી. આખરે લગ્ન પ્રસંગ પુરો થયો હતો. ત્યારબાદ  પરિવારના સભ્યો સાથે મળી નવયુગલ લગ્નમાં મળેલી ભેટ સોગાદ આજે જોવા બેઠો હતો ત્યારે આ કરુણાંતિકા સર્જાઈ હતી. જેમાં ભેટમાં મળેલ રમકડાને ચાર્જ કરવા જતા એક વિનાશક બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 28 વર્ષીય વરરાજા લતેશ ગાવીત અને 3 વર્ષીય ભત્રીજા જીઆન ગાવીત ગંભીર રીતે ઘાયલ થયા છે. વરરાજા લતેશ ગાવીતને હાથ, માથા અને મોઢા પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે જબરદસ્ત થયેલા બ્લાસ્ટમાં લતેશનો ડાબા હાથનો પંજો કાંડામાંથી છૂટો પડી ગયો હતો.


અમદાવાદમાં માસી-ભાણીના સંબંધો લજવાયા! સગા માસીએ જ કિશોરીને પોતાના મિત્ર પાસે મોકલી અને પછી....


આ ઘટનાને પગલે પરિવારમાં દોડાદોડ થઈ ગઈ હતી. બંને આંખોમાં પણ ગંભીર ઇજા થતાં નવસારીની આંખની હોસ્પિટલમાં રીફર કરાયા હતા. નાના જીઆનને પણ માથામાં ગંભીર ઇજા થતાં ખોપળીમાં ફેક્ચર થયું હતું. 


'મેં પક્ષને ઘણું આપ્યું છે, પક્ષે મને કશું નથી આપ્યું' એવા હાર્દિકના નિવેદન મામલે મનીષ દોશી 'લાલચોળ'


લગ્ન પ્રસંગમાં મળેલી ભેટ વિશે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ગંગપુર કન્યાના ઘરે મોટી દિકરીના સાથે લીવ ઇનમાં રહેતા પૂર્વ પ્રેમીએ કંબોયા રાજુ પટેલે આ રમકડાંની ભેટ મોકલી હતી. પરિવારના સભ્યો સાથે મળી નવયુગલ ભેટ સોગાદ આજે જોવા બેઠો હતો ત્યારે આ કરુણાંતિકા સર્જાઈ હતી. પરિવારે વાંસદા પોલીસમાં ઘટનાને પગલે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube