નવસારીમાં જમીનના નાનકડા શેઢામાટે લોહીયાળ જંગ, જેઠ દ્વારા વહુની હત્યા કરી નંખાઇ
કહેવાય છે ને કે `જર જમીન અને જોરૃ કજિયાના છોરું` એવી જ ઘટના ઘટી છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં જ્યાં ખેતરના શેઢાના કારણે પારિવારિક સંબંધોની હત્યા કરી નાખી છે. ખેતરની સરહદને લઇને ગુસ્સે ભરાયેલા જેઠ દ્વારા વહુની હત્યા કરવામાં આવી છે. સમગ્ર ઘટનાક્રમ કંઈક એવો બન્યો હતો જેમાં ચીખલીના કુકેરી ગામના તોરવણી ફડીયાના ખેતરમાં એક મહિલા જેનું નામ રમીલાબેન દિપકભાઈ પટેલ ઉંમર વર્ષ 45 છે. તે પોતાના પરિવાર સાથે રહેતી હતી તેણી ગામના ખેતરમાં કામ કરતી વેળાએ આ મહિલાને તેના સંબંધી દ્વારા કોદાળીના બે ઘા મારતાં ગંભીર ઈજા થઇ હતી.
સ્નેહલ પટેલ/નવસારી : કહેવાય છે ને કે "જર જમીન અને જોરૃ કજિયાના છોરું" એવી જ ઘટના ઘટી છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં જ્યાં ખેતરના શેઢાના કારણે પારિવારિક સંબંધોની હત્યા કરી નાખી છે. ખેતરની સરહદને લઇને ગુસ્સે ભરાયેલા જેઠ દ્વારા વહુની હત્યા કરવામાં આવી છે. સમગ્ર ઘટનાક્રમ કંઈક એવો બન્યો હતો જેમાં ચીખલીના કુકેરી ગામના તોરવણી ફડીયાના ખેતરમાં એક મહિલા જેનું નામ રમીલાબેન દિપકભાઈ પટેલ ઉંમર વર્ષ 45 છે. તે પોતાના પરિવાર સાથે રહેતી હતી તેણી ગામના ખેતરમાં કામ કરતી વેળાએ આ મહિલાને તેના સંબંધી દ્વારા કોદાળીના બે ઘા મારતાં ગંભીર ઈજા થઇ હતી.
ગીરસોમનાથમાં પાંચ મોત: બે બાળાઓના સાપ કરડવાથી, પિતાને બચાવવા તળાવમાં બે પુત્રના ડુબવાથી મોત
જેના કારણે મહિલાનું મોત નીપજ્યું હતું. તારીખ 24 ના રોજ સાંજે 5:30 વાગ્યે મૃતક મહિલાના પતિના કાકા ભાઈ એવા અશોકભાઈ પટેલ જે કુકેરી ગામ ખાતે રહે છે તેઓ કોદાળી લઈને આવ્યા અને કામ કરતી રમીલાબેન પર કોદાળી ના ઘા ઝીંકી દીધા હતા. પોતાનો જીવ બચાવવા માટે રમીલાબેન ખેતરમાંથી ભાગી રહી હતી. દરમિયાન આરોપી અશોકભાઈએ બીજો ઘા ઝીકી તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જેને લઇને સ્થળ પર જ તેનું મૃત્યુ નીપજયું હતું. જોકે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા સ્થળ ઉપર પહોંચીને આરોપી અશોક પટેલની અટકાયત કરી હતી.
નાનકડી બાળકીની છેડતી કરનારા આધેડનું જેલમાં મોત, પરિવારે લગાવ્યા ગંભીર આરોપ
જોકે ત્યારબાદ ચીખલી પોલીસ દ્વારા રમીલાબેનના મૃતદેહને ચીખલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો. સમગ્ર ઘટનાની મળતી માહિતી અનુસાર હત્યારો અશોક પટેલ મૃતક રમીલાબેનના પતિનો કાકા ભાઈ થાય છે. જોકે આ સમગ્ર મોતની ઘટના અંગે તપાસ કરતા ઘરના શેઢા અંગે વારમ વાર તેઓ વચ્ચે બોલાચાલી થતી હતી તેવું બહાર આવ્યું છે. સમગ્ર શેઢા પ્રકરણમાં આ હત્યા મામલે પોલીસે આરોપી અશોકભાઈ પટેલ ને ડીટેન કરીને આગળની તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube