બોર્ડના વિદ્યાર્થી બિન્દાસ્ત: CORONA ને ધ્યારે રાખી 10-12 ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર
કોરોના મહામારીને કારણે ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2020-21 માં સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ધોરણ 9 અને ધોરણ 12 અભ્યાસક્રમ અંગે ખુબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગાંધીનગર : કોરોના મહામારીને કારણે ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2020-21 માં સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ધોરણ 9 અને ધોરણ 12 અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે અનુસાર 9,10,11 અને 12 સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારીને 30 ટકા કર્યું છે. જ્યારે 12 સાયન્સમાં અગાઉની જેમ પ્રશ્નપત્રોમાં 50 ટકા MCQ (ઓપ્શનવાળા) અને 50 ટકા વર્ણનાત્મક પ્રકારનાં પ્રશ્નોનું પ્રમાણ યથાવત્ત રાખવામાં આવ્યું છે.
GUJARAT CORONA UPDATE: નવા 734 કોરોના દર્દી, 907 સાજા થયા, 03 દર્દીઓનાં કોરોનાને કારણે મોત
ધોરણ 9 અને 12 ના પ્રશ્નપત્રોમાં વર્ણનાત્મક પ્રકારનાં પ્રશ્નોમાં ઇન્ટરનલ ઓપ્શનનાં બદલે જનરલ ઓપ્શન આપવામાં આવશે. આ ફેરફાર અનુસાર ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના મુખ્ય 40 વિષયોનાં પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર તથા નમૂનાના પ્રસ્નપત્રો તજત્રો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. જે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ મારફરે તમામ માધ્યમિક - ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મોકલી આપવામાં આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર આ વિગતો મુકવામાં આવી છે.
ગુજરાતમાં વરિષ્ઠ IPS અધિકારીઓની બદલીનો ગંજીફો ચિપાયો, જુઓ કોની ક્યાં થઇ બદલી
જો કે રાજ્ય સરકારે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આ નિયમ માત્ર આ વર્ષ માટે જ લાગુ પડશે. આ અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડો કર્યો છે. વર્તમાન કોરોનાની સ્થિતીના કારણે ચાલુ વર્ષેજ આ નિયમ લાગુ પડશે. ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ તણાવમુક્ત પરીક્ષા આપી શકશે. જો કે શાળા ક્યારે શરૂ થસે તે અંગે હજી સુધી ગુજરાત સરકારે કોઇ જ નિર્ણય લીધો નથી.
કોરોનાથી ગભરાયેલો વિદ્યાર્થીએ બહાર નિકળવાનું બંધ કર્યું, વેક્સિન નહી આવતા આત્મહત્યા કરી
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી કે, વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખી 30 ટકાનો કાપ મુકવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ હવે માત્ર 70 ટકા જ અભ્યાસ કરવો પડશે. કોરોના મહામારી વચ્ચે સરકાર 10 અને 12ની પરીક્ષા મે મહિનામાં યોજવાનું અને 9 તથા 11ની પરીક્ષા જૂન મહિનામાં લેવાનું નક્કી કરાયું છે. 21 મેથી ધોર 10 અને 12ની પરીક્ષા ચાલુ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube