તાપીઃ ઉચ્છલ નજીક તાપી નદીમાં હોડી પલટી, 1નું મોત, 6 લોકોને બચાવાયા, 8ની શોધખોળ ચાલું
હોળીમાં આશરે 15 જેટલા લોકો હતા. તેમાંથી 6 લોકોને બચાવી લેવામાં આવ્યા તો એક બાળકીનું મોત થયું છે.
તાપીઃ હોળી-ધુળેટીનો તહેવાર ઘણા લોકો માટે ઘાતક બની ગયો છે. રાજ્યમાં ડૂબવાની અલગ અલગ કેટલિક ઘટના સામે આવી છે. તો તાપી જિલ્લા પણ મોટી દુર્ઘટના બની છે. જિલ્લાના ઉચ્છલમાં તાપી નદીમાં હોડી પલટી મારી ગઈ છે. આ હોડીમાં 15 લોકો સવાર હતા. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે 6 જેટલા લોકોને બચાવી લીધો છે. જ્યારે એક બાળકીનું મોત થયું છે. હાલ અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે.
હજુ પણ 8 લોકો લાપતા
હોળીમાં આશરે 15 જેટલા લોકો હતા. તેમાંથી 6 લોકોને બચાવી લેવામાં આવ્યા તો એક બાળકીનું મોત થયું છે. હોળી-ધુળેટીની રજાઓ હોવાથી તાપી નદીની આસપાસ લોકો ફરવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારે ઉચ્છલ તાલુકાના ભીસકુદ ગામ ખાતે તાપી નદીમાં હોડીમાં 15 લોકોને લઈ જવામાં આવી રહ્યાં હતા. અચાનક હોડી પલટી જતાં લોકોએ બુમાબુમ કરી હતી. ત્યારબાદ સ્થાનિક લોકો મદદ માટે પહોંચી ગયા હતા. હાલ 8 લોકોની શોધખોળ ચાલી રહી છે.
જુઓ Live tv
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube