મહેસાણામાં અપહરણ બાદ કુવામાંથી મળી લાશ, પ્રેમ સંબંધમાં યુવકની હત્યા કરાઈ હોવાની આશંકા
મહેસાણાના સિપોર ગામના મહેશજી ઠાકોર નામના યુવકનું પાંચ દિવસ પહેલા કેટલાક શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ આજ રોજ યુવકની અંબાજી નજીક કુવામાં કોવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી
તેજસ દવે, મહેસાણા: રાજ્યમાં અપહરણ અને હત્યાના અનેક કિસ્સાઓ સામે આવે છે. ત્યારે મહેસાણામાં થોડા દિવસ પહેલા એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ યુવકની કોવાયેલી હાલતમાં લાશા મળી આવતા ચકચાર મચી ગઈ છે. જો કે, આ અંગે જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને લાશને કુવામાંથી બહાર કાઢવા સહિત આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહેસાણાના સિપોર ગામના મહેશજી ઠાકોર નામના યુવકનું પાંચ દિવસ પહેલા કેટલાક શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ આજ રોજ યુવકની અંબાજી નજીક કુવામાં કોવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જો કે, આ મામલે મૃતક યુવકની પત્નીને વિધર્મી ઇસમ સાથે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા પ્રેમ સંબંધમાં યુવકની હત્યા કરાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
સૌરાષ્ટ્રમાં આ લોકો કરી રહ્યા છે યુવાધનને બરબાદ, એકવાર ચુંગલમાં ફસાયા તો પુરી થઈ જશે જિંદગી
પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં પત્નીના પ્રેમીએ યુવકનું અપહરણ કરાવ્યું અને ત્યારબાદ સોપારી આપી હત્યા કરાવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજીતરફ પોલીસ દ્વારા મૃતકની પત્નીની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછ દરમિયાન મૃતકની પત્ની દ્વારા યોગ્ય જવાબ ન આપતા પોલીસે આ હત્યા પાછળ પત્નીની પણ સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરી છે.
નવસારી: PI એ ધારાસભ્યનું ગળુ દબાવ્યું હોવાના આક્ષેપ, તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ
જો કે, અંબાજી નજીક મહેશજી ઠાકોરની કોવાયેલી હાલતમાં કૂવામાંથી લાશ મળી આવતા પોલીસ અને ફાયરની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આ મામલે લાશને કુવામાંથી બહાર કાઢી પીએમ માટે ખસેડી હતી. ત્યારે પોલીસ દ્વારા મૃતકની પત્નની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ આરોપી ઝડપી પાડવા શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube