દિવ્યેશ જોષી, રાજકોટઃ રાજકોટના યુવરાજનગર વિસ્તાર પાસે રહેતી એક 13 વર્ષીય બાળા કે જે આસપાસના વિસ્તારમાં લાકડા વીણવા માટે ગઈ હતી. જે બાદમાં પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધ-ખોળ કરી અંતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ગત તા. 29ના રોજ રાજકોટના યુવરાજનગર પાસે આવેલ અમુલ ડેરીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ ઘટનાની જાણ થતા સ્થાનિક ધારાસભ્ય તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ દોડી આવ્યો હતો. રાજકોટને શર્મશાર કરતી આ ઘટનામાં પોલીસ કમિશનરે એસઆઇટીની રચના કરી હતી. જેમાં 48કલાકની અંદર જ આરોપીને ઝડપી પાડ્યો હતો. સૌથી મહત્વની વાત એ છે કે પરિચિત જ આરોપી નીકળ્યો હતો અને તેણે સૌપ્રથમ બાળા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં બોથડ પ્રદાર્થના ઘા ઝીંકી તેની હત્યા નીપજાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરિચિત જ નીકળ્યો આરોપી
13 વર્ષની બાળા સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા નિપજાવનાર આરોપી જયદીપ ઉર્ફે જયું પરમાર તેનો જ પરિચિત હતો. તે અવારનવાર આ બાળકીના ઘરે જતો હતો ત્યારે આ બાળકી ઉપર તેની નજર બગડી હતી અને આ બાળકી દરરોજ સાંજના સમયે લાકડા વીણવા માટે આસપાસના એરિયામાં જતી હતી. ત્યારે તા.૨૭ના રોજ આ બાળકી તેના નિત્યક્રમ મુજબ સાંજના સમયે લાકડા વીણવા માટે અમુલ ડેરી પાસે ગઈ હતી. જ્યાં કોઈપણ હાજર ન હોવાથી એકલતાનો લાભ લઇ જયદીપ ઉર્ફે જયુએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ કોઈને કરી દેશે તેવા ડરથી ત્યાં બાજુમાં રહેલા બોથડ પદાર્થના ઘા ઝીંકી તેની હત્યા કરી નાખવામાં આવી હતી.


આ પણ વાંચોઃ રાજકોટના રીબડા સ્વામિનારાયણ ગુરૂકુળમાં ધોરણ-10ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત


S.I.T.ની રચના કરવામાં આવી હતી
રાજકોટને શર્મશાર કરતી ઘટના બની હતી કે જેમાં એક ફૂલ જેવી 13 વર્ષની બાળા કે જેના સાથે કોઈ નરાધમે દુષ્કર્મ હાજરી તેની હત્યા નિપજાવી હતી. જેથી પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે તાત્કાલિક જ આરોપીને ઝડપી પાડવામાં આવે તે માટે એક એસઆઇટીની રચના કરી હતી જેમાં અલગ અલગ સાત ટીમે 50 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. અંતે એસ.આઈ.ટી ટીમને મોટી સફળતા મળી હતી અને આ બાળકીનો પરિચિત જયદીપ પરમાર ઉર્ફે જયુ ફોન સ્વીચ ઓફ કરતા તેનો સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.


પોલીસે વેશપલટો કરી આરોપીને ઝડપી પાડયો...
પરિચિત આરોપીએ સૌપ્રથમ આ 13 વર્ષની બાળા સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની હત્યા નિપજાવી હતી. ત્યારે આ બાળા તેના ઘરે સમયસર પરત ન ફરતા પરિવારજનો સાથે આરોપી  પરિચિત હોવાથી બાળાની શોધમાં તેના પરિવારજનો સાથે ફરતો રહ્યો અંતે બાળાની ખૂબ જ શોધ-ખોળ કરતા તેનો પતો ન મળતા પરિવારજનો દ્વારા અંતે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે પણ આ પરિચિત પોલીસ સ્ટેશન સાથે ગયો હતો. અને આ પરિચિત જયદીપ અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાથી તે પોલીસની કાર્યપ્રણાલીથી વાકેફ હતો જેથી પોલીસે તેને ઝડપી પાડવા માટે રિક્ષામાં વેશપલટો કરી પેસેન્જરના સ્વાંગમાં ગયા હતા અને જયદીપ ઉર્ફે જયુની અટકાયત કરી હતી.


આ પણ વાંચો- ત્રણ દિવસ બાદ રાજ્યમાં શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ, 7 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી


બાળાએ પ્રતિકાર કરતા તેની હત્યા નીપજવવામાં આવી
આ ફૂલ જેવી ૧૩ વર્ષની બાળા અમુલ ડેરીએ બળતણ માટેના લાકડા વીણવા માટે ગઈ ત્યારે ત્યાં કોઈ ન હોવાથી તેનો પરિચિત જયદીપ ઉર્ફે જયુંએ એકલતાનો લાભ લઇ તેના સાથે બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં કોઈને પણ આ ઘટનાની જાણ કરવા માટે મનાઈ કરી હતી. ત્યારે આ બાળાએ પ્રતિકાર કરતા જણાવ્યું હતું કે હું મારા પરિવારજનો તેમજ પોલીસને જાણ કરી દઈશ. જેથી આરોપી જયદીપ ઉશ્કેરાયો અને ત્યાં બાજુમાં પડેલ બોથડ પદાર્થનો આડેધડ ઘા ઝીંકી તેની હત્યા નીપજાવી દીધી હતી. આ સમગ્ર ઘટનામાં રાજકોટ બાર એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે કે આરોપી તરફથી રાજકોટ બાર એસોસિએશનનો કોઈપણ વકીલ કેસ લડશે નહીં


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube