દિવાળીની રજા પર ઘરે આવી રહેલ CRPF નો કોબરા કમાન્ડોનો મૃતદેહ મધ્યપ્રદેશ, સામાન મુંબઇથી મળ્યો
જિલ્લાના કોડીનારમાં રહેતા બિહાર રેજીમેન્ટ 5માં CRPF માં કોબરા કમાન્ડો તરીકે ફરજ બજાવતા અજીતસિંહ છેલ્લા ત્રણ દિવસથી ગુમ હતા. આ અંગે યશપાલસિંબ બારડ દ્વારા રેલવે મંત્રી પીયુષ ગોયલને ટ્વીટ કરીને અજીતસિંહ પરમાર દિલ્હી બરોડા રાજધાની ટ્રેન નંબર 02952 માંથી ગુમ થયા છે. અજીત સિંહ દિવાળીની રજા માણવા માટે ટ્રેનમાં વતન કોડિનાર આવી રહ્યા હતા.
ગીર સોમનાથ : જિલ્લાના કોડીનારમાં રહેતા બિહાર રેજીમેન્ટ 5માં CRPF માં કોબરા કમાન્ડો તરીકે ફરજ બજાવતા અજીતસિંહ છેલ્લા ત્રણ દિવસથી ગુમ હતા. આ અંગે યશપાલસિંબ બારડ દ્વારા રેલવે મંત્રી પીયુષ ગોયલને ટ્વીટ કરીને અજીતસિંહ પરમાર દિલ્હી બરોડા રાજધાની ટ્રેન નંબર 02952 માંથી ગુમ થયા છે. અજીત સિંહ દિવાળીની રજા માણવા માટે ટ્રેનમાં વતન કોડિનાર આવી રહ્યા હતા.
કોડીનારમાં રહેતા અજીતસિંહ ટ્રેનમાંથી ગુમ થઇ જતા તેમનો પરિવાર ચિંતાતુર બન્યો હતો. જો કે તેમનો સામાન મુંબઇ રેલવે સ્ટેશન પરથી મળી આવ્યો હતો. જો કે અજીતસિંહ ન મળી આવતા પરિવારજોને રેલવે મંત્રીને ટ્વીટ કરીને જાણ કરી હતી. આજે તેમનો મૃતદેહ મધ્યપ્રદેના હાલોત રેલવેટ્રેક પરથી મળી આવતા પરિવારમાં શોક લાગણી જોવા મળી રહી છે. અજીતસિંહનો સામાન વડોદરા રેલવે સ્ટેન પરથી મળી આવવાને બદલે મુંબઇ રેલવે સ્ટેશન પરથી મળી આવ્યો હતો.
12 નવેમ્બરના રોજ અજીતસિંહ બિહાર રેજીમેન્ટમાંથી રજા લઇને કોડીનાર આવી રહ્યા હતા. ત્યાર બાદ 13 નવેમ્બરે રાત્રે 11 વાગ્યે અઝીતસિંહે તેમની મંગેતર હીનાબેન સાથે ફોનમાં વાત કરીને કહ્યું હતું કે, હવે મને નિંદર આવે અને સવારે 4 વાગ્યે વડોદરા પહોંચીને ફોન કરીશ. જો કે સવારે ફોન આવ્યો નહોતો. જેથી હીના બહેને સવારે 8.45 વાગ્યે ફોન કર્યો હતો. જો કે વાત થઇ શકી નહોતી. આખરે મુંબઇ રેલવે સ્ટેશન પરથી તેમનો સામાન મળી આ્યો હતો. જો કે અજીતસિંહ ગુમ હતા.
અજીતસિંહ ટ્રેનમાંથી પડી જતા તેમને ગંભીર ઇજા પહોંચી હોવાને કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હોવાનું ચર્ચા છે. આ અંગે હાલ તો પોલીસ તપાસ બાદ જ મોત અંગેની સાચી હકીકત બહાર આવશે. અજીત સિંહ પરમારનો ફોન પણ લાગતો નહી હોવાથી પરિવાર ચિંતાતુર બન્યો હતો. ટ્વીટ કરીને રેલવે મંત્રીની મદદ માંગી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube